જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાયો - At This Time

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાયો


ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ & ટેકનોલોજી,ગુજરાત સરકારના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ & ટેકનોલોજી,ગાંધીનગરના સહયોગથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદ દ્વારા ૮ ઓક્ટોબર,૨૦૨૨ને શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,ગઢડા રોડ,બોટાદ ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર શ્રી માધવસ્વરૂપદાસજી સ્વામી,કેમ્પસ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ કાનેટીયા તથા શ્રી ભરતભાઈ વ્યાસ,પ્રવીણભાઈ બારૈયા,પીયુશભાઇ લશ્કરી ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના કો.ઓર્ડીનેટર નિકુંજભાઈ પંડિત ના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-૨૦૨૨માં બાળકો દ્વારા કોઈ સ્થાનિક સમસ્યાનું વૈજ્ઞાનિક અભિગમ તથા સંશોધન ક્ષેત્રે નિરાકરણ મેળવે છે જેમાં બોટાદ જીલ્લામાં કુલ ૮૨૯ જેટલા પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન થયેલ છે આ કાર્યક્રમ તારીખ:૮,૧૦,૧૧ ઓક્ટોબર,૨૦૨૨ સુધી ચાલશે જેમાં પ્રથમ દિવસે ૧૨૪ જેટલા પ્રોજેક્ટનું રજૂઆત થશે.આ સંપૂર્ણ કાર્યક્રમ લોક વિજ્ઞાન કેન્દ્ર,બોટાદના એકેડમિક કો.ઓર્ડીનેટર શ્રી કાળુભાઈ ભોંહરિયાના માર્ગદર્શન નીચે કાર્યરત છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.