જલાઉ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડયો - At This Time

જલાઉ લાકડા ભરેલો ટેમ્પો ઝડપી પાડયો


નેત્રંગ વનવિભાગના મહિલા આરએફઓ એમ.એફ. દિવાન તેમજ તેમના સ્ટાફને મળેલી બાતમી મુજબ મૌઝા ગામના હાથાકુંડી ફળીયા વિસ્તારમાંથી વનવિભાગ કે મામલતદારની મંજૂરી વિના ખાટી આમલીનું ઝાડ કાપી એક ટેમ્પોમાં જલાઉ લાકડા ભરી જઈ રહ્યા છે. જે બાતમી આધારે વનવિભાગ નેત્રંગની ટીમે તા.૨૮મીના રોજ રાત્રિના નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર વોચ રાખતા હાથાકુંડી તરફથી એક આઈસર ટેમ્પો નં. જીજે ૧૬ એયુ ૦૪૧૧ અટકાવ્યો હતો. તપાસ કરતા આશરે ૭૦ થી ૮૦ કિવન્ટલ ખાટી આમલીના ઝાડનું જલાઉ લાકડા મળી આવ્યા હતા. પરમીટ વિના લાકડા લઈ જનાર ટેમ્પોચાલકની અટક કરી નેત્રંગ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.