જય વેલનાથ યુવા મંચ દ્વારા રાજકોટમાં સર્વે જ્ઞાતિનો સમુહલગ્ન સંપન્ન
સંતો-મહંતો અનેક રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતમાં શાહી ઠાઠ-માઠ સાથે ૨૬ દિકરીઓને સ્માર્ટ ટીવી, સોનાની બુટી સહિત અનેક લાખેણા કરીયાવરની ભેટ. ૧૦,૦૦૦ હજાર લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો.
જય વેલનાથ યુવા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દેવભાઈ કોરડીયાની ટીમ દ્વારા તાજેતરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે, રીયલ મેળાના ગ્રાઉન્ડમાં ભવ્ય-દિવ્ય અને શાહી અને જાજરમાન ઠાઠ-માઠ સાથે રાજકોટના ઇતિહાસમાં અલગ અને અનોખા સમુહ લગ્ન યોજાઈ ગયા. આ સમુહ લગ્નમાં દિકરીઓના લગ્ન મંડપ રોયલ અને રજવાડી મંડપ રાખવામાં આવેલ હતા સમુહલગ્ન સ્થળ પર નામાંકિત કલાકાર દ્વારા લગ્નગીતની રમઝટ બોલાવામાં આવી હતી. આ પ્રસંગમાં આશરે ૧૦,૦૦૦ લોકોએ ભોજન પ્રસાદ લીધેલ હતો. દિકરીઓને કરીયાવરમાં સ્માર્ટ ટીવી, સોનાની બુટી, શેટી, કબાટ સહિત કુલ ૧૧૧ ભેટ આપવામાં આવી હતી. આ સમુહ લગ્ન સમારોહમાં અધ્યક્ષ સ્થાને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્યશ્રીઓ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પૂર્વ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી, નિતીનભાઈ ભારદ્વાજ, મહા મંત્રી હરેશભાઈ હેરભા, રવિભાઈ માકડીયા, અશ્વિનભાઈ મોલીયા તેમજ જયેશભાઈ બોઘરા, ભુપતભાઈ બોદર, નાગદાનભાઈ ચાવડા, કેતનભાઈ કથીરીયા, જસ્મીનભાઈ પીપળીયા, મનોજભાઈ રાઠોડ, જયભાઈ સાગઠીયા, કેતનભાઈ કાનાણી, કોર્પોરેટરશ્રીઓ બાબુભાઈ ઉઘરેજા, કંકુબેન ઉઘરેજા, રસીલાબેન સાકરીયા, સંતો-મહંતો ઉમેદપુરાધામથી ગોગા મહારાજના શ્રી રણછોડભુવા, કથાકાર શ્રી ભાવેશદાદા, મનુભાઈ ઘેણોજા તેમજ પ્રેરણાદાયી ઉપસ્થિતીમાં ગુજરાત કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા, વિરજીભાઈ સનુરા, દિનેશભાઈ મકવાણા, ભરતભાઈ ડાભી, ડો. પ્રકાશભાઈ કોરડીયા, વિક્રમભાઈ સોરાણી, હિરેનભાઈ ડાભી, રમેશભાઈ પરમાર, દિપકભાઈ બાબરીયા તથા રાજકોટ તાલુકામાંથી સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જીલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, ડોકટરો, વકિલો, પોલીસ તથા વિવિધ ક્ષેત્રના ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ તથા સર્વે જ્ઞાતિ સંસ્થાઓના સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતા. સમુહલગ્નોત્સવ ને સફળ બનાવવા માટે જય વેલનાથ યુવા મંચના યુવાન મિત્રોએ રાત-દિવસ મહેનત કરીને આ સમુહલગ્ન જહમત ઉઠાવેલ હતી. સમુહલગ્નની વ્યવસ્થા ઉમા ખોડલ ફાઉન્ડેશન અને મુકેશભાઈ રાદડીયાએ સંભાળવામાં આવેલ હતી. આ સમુહલગ્નને જોઈને રાજકોટમાં એક રેકોર્ડબ્રેક થયેલ. આ સમુહલગ્નમાં ૨૬ નવદંપતી જોડાયા હતા. રાજકોટ શહેરના જીલ્લાના ચારેય દિશાઓ માંથી આયોજન ટીમને આ આયોજન બદલ ઠેર-ઠેરથી અભિનંદન મળી રહયા છે. તેમ જય વેલનાથ યુવા મંચના પ્રદેશ અધ્યક્ષ દેવભાઈ કોરડીયા અને સલાહકાર દેવાંગભાઈ કુકાવાની અખબાર યાદીમાં જણાવેલ છે.
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે
