મોટામવાનો બ્રિજ પહોળો થશે, ભીમનગરને જોડતા પુલને ઊંચો લઈ હાલાકી દૂર કરાશે - At This Time

મોટામવાનો બ્રિજ પહોળો થશે, ભીમનગરને જોડતા પુલને ઊંચો લઈ હાલાકી દૂર કરાશે


એજન્ડામાં એકસાથે 63 દરખાસ્તનો સમાવેશ

શહેરમાંથી કચરો ઉપાડવા માટે વધુ 50 ટીપરવાન ખરીદવા માટે નિર્ણય લેવાયો

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે મળશે. જેમાં અધધ 63 દરખાસ્ત એક સાથે મુકાઈ છે જેમાં નવા બ્રિજ, મવડીમાં સ્પોર્ટસ સંકુલ, ટીપરવાન, ગો-ગ્રીન યોજના, પેવર કામ, ડ્રેનેજ કામ સહિતની મહત્ત્વની દરખાસ્તો સામેલ કરાઈ છે.

સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ અને મોટામવાને જોડતા કાલાવડ રોડ પરના બ્રિજને પહોળો કરવાની દરખાસ્ત આવી છે આ બ્રિજ હાલ 19 મીટરનો છે જેને 35 કિ.મી.નો બનાવાશે આ બ્રિજને કારણે ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે. આ ઉપરાંત મોટામવામાં જ નવા વિસ્તારોને જોડતા ભીમનગરના બેઠા પુલને ઊંચો લઈ હાઈલેવલ બ્રિજ બનાવાશે. આ બંને બ્રિજ પાછળ 13 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon