80 વાર પ્લોટ પર માખાવડના માતા-પુત્રોનો કબ્જો: જગ્યા ભાડે પણ આપી દિધી - At This Time

80 વાર પ્લોટ પર માખાવડના માતા-પુત્રોનો કબ્જો: જગ્યા ભાડે પણ આપી દિધી


મવડીમાં આવેલ લાખેણી જમીન પર માખાવડના માતા-પુત્રોએ કબ્જો કરી પાણીના પ્લાન્ટ માટે જગ્યા ભાડે આપી દઈ માલિકને એટ્રોસીટી કલમ હેઠળ ફરિયાદ કરવાની તેમજ માર મારવાની ધમકી આપી હતી. અંતે પ્લોટ માલિક પ્રૌઢાએ ફરીયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.14 માં રહેતાં મોતીબેન માંડાભાઈ ચીરોડીયા (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નંદુબેન દાનાભાઇ સોમૈયા, તેમના બે પુત્ર કિશન અને રવી (રહે. માખાવડ, લોધિકા) નું નામ આપતાં માલવીયાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે અને તેમના પતિ નિવ્રુત જીવન ગાળે છે. સંતાનમા પાચ દીકરા-દીકરી છે. વર્ષ 2014 માં મવડીના રેવન્યુ સર્વે નં. 99 અને 100 પૈકીની બીન ખેડવાણ અને ઇમારત બાંધવાની મંજુરી વાળી જમીનના પ્લોટ પૈકી પ્લોટ નં.46 ની જમીન ચો.મી. 501-67 (ચો.વા.600) પૈકીની વચગાળાની (ચો.મી.આ. 200) વાળી જમીન કીશોરભાઈ ભીમજીભાઈ કોરાટ, અરવિંદભાઈ બચુભાઇ ચૌહાણ અને જયંતીભાઈ મેઘજીભાઈ લીલાની સંયુક્ત માલીકીની જમીન હોઇ, તે જમીન તા.20/02/2014 ના વેચાણ દસ્તાવેજથી રૂ.9.20 લાખમાં ખરીદ કરેલ હતી.
જમીન જ્યારે ખરીદ કરેલ ત્યારે કોઈ ફેંસીંગ હતી નહી ફક્ત ખુલ્લો પ્લોટ હતો. તેઓ ત્યાં ક્યારેક ક્યારેક આવ-જા કરતા હતા. ઓગસ્ટ-2014 મા તેઓ દંપતી પ્લોટ ખાતે ગયેલ ત્યારે ખબર પડેલ કે તેમની માલીકી પ્લોટની ઉપર બાજુમા રહેતા નંદુબેન સોમૈયા અને તેમના બે દીકરા કીશન સોમૈયા, રવી સોમૈયાએ પથ્થરો નાખેલ હતા. જેથી તેઓની પાસે ગયેલ અને કહેલ કે, આ પ્લોટ અમારી માલીકીનો છે અને તમે તમારા પથ્થરો અહીંયાથી હટાવી લ્યો જેથી તેઓએ કહેલ કે, આ પ્લોટ અમારી માલીકીનો છે અને હવે પછી તમો અહીયા આવતા નહી નહીતર સારાવટ નહી રહે કહેતાં તેઓ ઘરે જતા રહેલ હતા.
બાદમાં આ લોકોએ પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે પ્લોટમાં તા.27/05/2022 ના મકાનનું બાંધકામ ચાલુ કરેલ જેથી ફરીથી તેઓને કહેલ કે, આ પ્લોટ અમારી માલીકીનો છે તમો અહીયા બાંધકામ ન કરો જેથી ત્રણેય માતા-પુત્રોએ કહેલ કે, આ પ્લોટ અમારો છે તમારાથી થાય તે કરી લેજો અને જો હવે પછી અહીયા આવ્યા તો અમો તમારી ઉપર એટ્રોસીટીની ફરીયાદ કરશું ધમકી આપેલ હતી. આ લોકો અવાર નવાર સોસાયટીમા ઝગડા કરતા હોઇ અને લોકો ઉપર ખોટી એટ્રોસીટીની ફરીયાદો કરવાની ટેવ ધરાવે છે. જેથી તેઓ ભયભીત થયાં બાદ કલેક્ટરમા લેન્ડગ્રેબીંગની ફરીયાદ કરતાં ગુનો નોંધવા આદેશ કર્યો હતો.બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી એસીપી રાધીકા ભારાઈએ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.