ગરબાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત બાદ જાહેરસભા યોજાઈ. - At This Time

ગરબાડા તાલુકામાં ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત બાદ જાહેરસભા યોજાઈ.


ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત દાહોદ જિલ્લામાં આવેલ ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું ગરબાડા વિધાનસભા માં પ્રવેશ કરતા ગુજરાત ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભગવાન બીરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી,સાંસદ ગણપત વસાવા,રાષ્ટ્રિય આદિજાતિ મહામંત્રી ગજેન્દ્રસિંહ પટેલ,સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત યાત્રામાં જોડાયેલા તમામ લોકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા ગરબાડા વિધાનસભામાં પહોંચતા જાહેરસભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે જાહેરસભા ને સંબોધન કરતા દેવગઢ બારિયા ના ધારાસભ્ય બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરે એ ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા આદિવાસીઓના વિકાસના કામોની રૂપરેખા આપી હતી.આદિવાસી સમાજ માટે સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ બનાવવામાં આવી અને ને રીતે યોજનાઓ થકી આદિવાસી સમાજ નો વિકાસ થયો છે. જે અત્યાર સુધી કોઈ સરકારે કર્યો નથી.ધારાસભ્ય અને પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા કોંગ્રેસ અને AAP પર પ્રહારો કર્યા હતા અને અરવિંદ કેજરીવાલને મહાઠગ ગણાવ્યા હતા અને ગરબાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા જે પોતાને જ્યાં જાય ત્યાં રતનમહાલ ના સિંહણ ગણાવે છે તેમને આવનારી વિધાનસભામાં ભગાડી અને ભાજપનો ભગવો લહેરવવા આહવાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા સભાને સંબોધન કર્યું અને કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતી ભારત જોડો યાત્રાને ભારતને તોડવાની યાત્રા ગણાવી હતી.

ભગવાન બિરસા મુંડા ભગવાન આદિવાસી ગૌરવ યાત્રાની ગરબાડા વિધાનસભા વિસ્તારની જાહેર સભામાં કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી, રાષ્ટ્રીય આદિજાતિ મંત્રી ગજેન્દ્રસિંહ પટેલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડ,સાંસદ જશવંતસિંહ ભાભોર,જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલિયાર,ગરબાડા પાર્ટી પ્રમુખ પ્રજિતસિંહ રાઠોડ સહિત કાર્યકરો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.