રાજ્યના 96 હજાર મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની 36 વર્ષ જુની પગાર વધારાની માંગને રાજ્ય સરકારે મંજૂર કરતા ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ અને મજદૂર સંઘના હોદ્દેદારોએ ઓર્ડર લઈ સૌ પ્રથમ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવી અને હોદ્દેદારોએ મોં મીઠું કરી ઊજવણી કરી અને 96 હજાર કર્મચારીઓ વતી મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને પગાર વધારાને લઈ માહિતી આપી હતી - At This Time

રાજ્યના 96 હજાર મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની 36 વર્ષ જુની પગાર વધારાની માંગને રાજ્ય સરકારે મંજૂર કરતા ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ અને મજદૂર સંઘના હોદ્દેદારોએ ઓર્ડર લઈ સૌ પ્રથમ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણોમાં અર્પણ કરી દર્શન કરી સંતોના આશીર્વાદ મેળવી અને હોદ્દેદારોએ મોં મીઠું કરી ઊજવણી કરી અને 96 હજાર કર્મચારીઓ વતી મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને પગાર વધારાને લઈ માહિતી આપી હતી


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ખાતે આજે ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ દ્વારા દર્શન સાથે ઉજવણી કરવામાં આવી, સમગ્ર રાજ્યના 96000 મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારાની માંગ હતી જે માંગને લઈ અનેક આંદોલનો અને જિલ્લા કક્ષાએ આવેદનપત્રો પાઠવી અને અલગ અલગ આગેવાનોની ટીમ બનાવી ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન થઈ રાજ્ય સરકારને અનેકવાર રજૂઆતો કરાઈ હતી જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા અનેક વાટાઘાટો મિટિંગો બાદ આ તમામ મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની પગાર વધારાની માંગ મંજૂર કરી અને હેલ્પરના પગારમાં 100% નો વધારો કર્યો છે જ્યારે સંચાલકોના પગારમાં 88%નો વધારો કર્યો છે અને રસોઈયા કમ હેલ્પરના પગારમાં 78%નો વધારો કર્યો છે ત્યારે આ પગાર વધારાની માંગ પૂર્ણ થતા સૌ પ્રથમ ઓર્ડર લઈ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચરણોમાં ધરાવી દર્શન કર્યા હતા અને મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા હોદ્દેદારોને રક્ષા કવચ બાંધી અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા અને કર્મચારી સંઘના હોદ્દેદારો અને કર્મચારીઓ દ્વારા એકબીજાનું મોઢું મીઠું કરી ઊજવણી કરી હતી અને માંગણી મુજબ સરકાર દ્વારા યોગ્ય પગાર વધારો આપ્યા બાબતની ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ બી ચુડાસમાએ માહિતી આપતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.