ઈડરની દીયોલી હાઇસ્કુલ માં સ્વચ્છતા અંતર્ગત નવીનતમ પ્રોજેક્ટ ધરાયો - At This Time

ઈડરની દીયોલી હાઇસ્કુલ માં સ્વચ્છતા અંતર્ગત નવીનતમ પ્રોજેક્ટ ધરાયો


ઈડરની દિયોલી હાઈસ્કૂલમાં સ્વચ્છતા અંતર્ગત નવીનત્તમ પ્રોજેક્ટ હાથ ધરાયો

(પ્લાસ્ટિક મુક્ત સમાજ નિર્માણ તરફ પ્રથમ કદમ....)

"સ્વચ્છતા એ જ સેવા" કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત એમ.જે.મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીમાં તમામ બાળકોએ સાથે મળી પ્લાસ્ટિક મુક્ત શાળા અને સમાજ બનાવવા માટે પહેલ કરી પ્રથમ કદમ માંડયું છે. જેમાં શાળાના તમામ બાળકો દ્વારા પ્લાસ્ટિકની બોટલો એકત્રિત કરી અને તેમાં પ્લાસ્ટિક ભરી ૧૦૦૧ જેટલી બોટલો એકત્રીકરણ કરવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે, સૌથી વધારે બોટલો એક્ઠી કરનાર વિદ્યાર્થીનું સન્માન પણ કરવામાં આવનાર છે. જેમાં હાલ બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે પ્લાસ્ટિક ભરેલી ૩૦૧ જેટલી બોટલો બાળકો દ્વારા એકત્રિત કરી આ તહેવારની ઉજવણી કરી છે. આગળના સમયમાં આ પ્રોજેક્ટ અંતર્ગત અન્ય નવીન પ્રયોગો પણ કરવાના છે જેવા કે આ બોટલોમાંથી જ કુંડા બનાવવા બેઠક બનાવવી, પેન સ્ટેન્ડ બનાવવા આ ઉપરાંત રિસાયકલિંગ માટે બોટલ મોકલવી.વગેરે
જે પ્લાસ્ટિક એક સમસ્યા છે તે સમસ્યાનું સમાધાન કરી "વેસ્ટમાંથી બેસ્ટ" વસ્તુઓ તૈયાર કરી તેને આશીર્વાદમાં ફેરવવા માટે પર્યાવરણ બચાવવા માટે પ્રયત્ન કર્યો લેખાશે. આ શાળામાં જુદા જુદા પાંચ ગામેથી અભ્યાસ માટે બાળકો આવતા હોવાથી આ કાર્યનો વિશેષ પ્રચાર પ્રસાર પણ થશે..
શાળાના ઈન્ચાર્જ આચાર્યશ્રી સંદીપભાઈ પટેલ દ્વારા બાળકોને માર્ગદર્શન અપાયું. તેમજ તમામ સ્ટાફ મિત્રો તેમજ તમામ વાલીઓના સહયોગથી સમાજને પ્લાસ્ટિક મુકત કરવાની આ સુંદર કામગીરીની ખુબ સરસ રીતે શાળામાં શરૂઆત થયેલ છે. પ્લાસ્ટિક હટાવો, દેશ બચાવો. પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.