મેઢાસણની સ્કૂલમાં પોસ્કો એક્ટની માહિતી આપવામા આવી
મોડાસાના મેઢાસણની જી. કે. ભટ્ટ હાઈસ્કૂલમાં અરવલ્લી પોલીસ સંયમ પ્રોજેક્ટ દ્વારા પોસ્કો એક્ટ હેઠળ બનતા ગુના અટકાવવા અંતર્ગત જન જાગૃત્તિ કાર્યક્રમ એ.એસ.આઈ. રીટાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓને પોસ્કો એક્ટની માહિતી અપાઈ હતી. અભ્યાસકાળ દરમિયાન બાળક કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ન સંડોવાય તે બાબતે વિચારો વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય કે. આર. પ્રજાપતિએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીશ શિક્ષક જયેશભાઈ પટેલે કર્યુ હતું.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.