કાઠી ક્ષત્રિય સમાજ સુદામડા કાઠી દરબારો તથા સેજકપર ગામનું ગૌરવ સરપંચ દડુભાઈ ખવડ દ્વારા મોટુ યોગદાન.
હાલમાં જ ગાંધીનગર ખાતે કાઠિયાવાડ ભવન શૈક્ષણિક સંકુલ સ્થાપવા માટે આયોજન કરાયું છે. જેમા કાઠી દરબાર સમાજ દ્વારા ખુબ અનુદાન આપી રહ્યા છે. ત્યારે સાયલા સુદામડા ધજાળા વિસ્તાર માં લોમેવધામ ધજાળા મહંત ભરતબાપુ ની આગેવાની માં આજુબાજુ ના વિસ્તારમાં દાનયાત્રા માં ઉપસ્થિત રહી ને પ્રોત્સાહન પુરૂ પાડે છે.
ત્યારે કાઠિયાવાડ ભવન શૈક્ષણિક સંકુલ ગાંધીનગર ની દાનયાત્રા માં સાયલા ના સુદામડા, સેજકપર, ચોટીલા માંથી એક જ દિવસમા આશરે એક કરોડ રૂપિયાના શિક્ષણદાનની સરવાણીનો નવો રેકોર્ડ સર્જાયો હતો. ઠાકર ની કૃપાથી લોમેવધામ ધજાળા ના મહંત શ્રી ભરતબાપુ નાં સાંનિધ્યમાં કાઠીયાવાડ ભવન શૈક્ષણિક સંકુલ ગાંધીનગર માં સ્થાપવા નાં સ્વપ્નને સાકાર કરવા યોજાયેલ દાન યાત્રા માં સુદામડા ખાતે સ્થાનિક કાઠી દરબારો નાં ઉત્સાહભેર સહયોગ થી રૂપિયા 46,90,000 છેતાલીસ લાખ નેવું હજાર નું મોટું અનુદાન સાયલા - સુદામડા વિસ્તાર માં થી પ્રાપ્ત થયું. હતું.
તથા સેજકપર ગામનું ગૌરવ દડુભાઈ જીવાભાઈ ખવડ (સરપંચ ) પોતાના તરફથી રૂપિયા 17,51,000 (સત્તર લાખ એકાવન હજાર) નું દાન પ્રાપ્ત થયું હતું. સમગ્ર કાઠી દરબાર શિક્ષણ સમિતિ દ્વારા ગુજરાતની સમગ્ર ટીમને હ્રદયથી બિરદાવી - (એક કરોડ) નું અનુદાન અર્પણ કરી સૌને ઉત્સાહ મળ્યો છે .તમામ આયોજનમાં મદદરુપ બનવાની હાંકલ ખરેખર ગૌરવપૂર્ણ બાબત છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા,, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.