દહેગામ ના બિલમણા ગામમાં હરસિદ્ધિ માતાનો પ્રથમ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી - At This Time

દહેગામ ના બિલમણા ગામમાં હરસિદ્ધિ માતાનો પ્રથમ પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


દહેગામ તાલુકામાં આવેલા બિલમણા ગામમાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનો પ્રથમ પાટોત્સવ ઉજવાયો જેમાં સમસ્ત બિલમણાં ગામ માતાજીની ભક્તિમા રંગાયું હતું. આજે સવારે માતાજીના મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સવારે માતાજીનો વરઘોડો (શોભાયાત્રા )નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત બિલમણાં ગ્રામજનો હર્ષ ઉલ્લાસથી જોડાયા હતા. બપોરે તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ જેમાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનોએ પણ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.રાત્રે સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image