રાજકોટ મનપાના પદાધિકારીઓએ ગોડ ફાધરની ઓફિસે દોટ મૂકી, તો ભાજપના એક નેતાએ પોતાનું વર્ચસ્વ જાળવવા ભારે વિવાદ ઊભો કર્યો - At This Time

રાજકોટ મનપાના પદાધિકારીઓએ ગોડ ફાધરની ઓફિસે દોટ મૂકી, તો ભાજપના એક નેતાએ પોતાનું વર્ચસ્વ જાળવવા ભારે વિવાદ ઊભો કર્યો


રાજકોટ શહેરમાં એવું કહેવાય છે કે, ભારતીય જનતા પાર્ટીમાં હાલના સમયમાં ધારાસભ્ય ઉદય કાનગડનો ઉદય અને પૂર્વ ધારાસભ્ય તેમજ હાલના પ્રદેશ ભાજપના ડો. ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો ભાર વધુ મજબૂત છે. થોડા દિવસો પહેલાં રાજકોટ મનપાના નવા પદાધિકારીઓની નિમણૂકમાં પણ આ બન્ને વ્યક્તિનો દબદબો યથાવત રહ્યો છે અને સેન્સ પ્રક્રિયા બાદ પણ આ બન્ને નેતાઓએ કરેલી ભલામણ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે માન્ય રાખી છે. સામાન્ય રીતે નવા પદાધિકારીઓ ચાર્જ સંભાળે પછી લોકો તેમને શુભેચ્છા આપવા પહોંચી જતા હોય છે, પરંતુ અહીંયા તો દૃશ્યો કૈક અલગ જોવા મળ્યા હતા અને નવા પદાધિકારીઓની જાહેરાત બાદ મળેલી સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ બેઠક બાદ તુરંત નવા પદાધિકારીઓએ ડો. ભરત બોઘરાની ઓફિસે દોટ પકડી હતી અને સામે ચાલીને શુભેચ્છા લેવા પહોંચ્યા હતા.

અને હા એટલા જ માટે વાઇરલ થયેલા પત્ર અને કવિતામાં લખવામાં આવેલા ગોડફાધર સાથે ફોટા પડાવનારને પદ મળતાની વાતને સમર્થન મળતું જોવા મળતું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.