રૂ10 હજારની ઉઘરાણીમાં રૈયાધારના પ્રકાશ જાદવ પર છરી-પાઈપથી હુમલો : એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ
રૈયાધાર ખાતે ગઈકાલે મોડી રાત્રે રૂ।0 હજારની ઉઘરાણીમાં રૈયાધારના પ્રકાશ જાદવ પર છરી- પાઈપથી હુમલો કરાયો હતો. જેમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ મૈયા બાંભવા, કે.ડી, બાંભવા અને વિજય વરુ સામે ગુનો દાખલ કરાયો છે. યુનિવર્સિટી પોલીસે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
ફરિયાદી પ્રકાશભાઈ ડાયાભાઈ જાદવ (ઉ.વ.25, રહે. રૈયાધાર, રવેચી પ્રો.સ્ટોરની સામે, રાજકોટ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું મજૂરી કામ કરું છું. આજથી ચારેક દિવસ પહેલા મૈયાભાઈ બાંભવા પાસેથી મેં હાથ ઉંછીના રૂ।0,000 લીધેલ હતા. જે અમોએ પરત આપી દીધેલ હતા. ગત રોજ રાત્રિના એકાદ વાગ્યે હું રાણીમાં રૂડીમાં ચોકમાં હતો ત્યારે મારી પાસે મૈયાભાઈ, કે.ડી, બાંભવા તથા વિજય વરુ આવેલ અને કહેવા લાગેલ કે, તારે હજુ પૈસા દેવાના બાકી છે. એમ કહી અપશબ્દો બોલી, ઢીકા પાટુનો માર મારવા લાગેલ. અને કે.ડી.એ મને પકડી રાખેલ અને મૈયાભાઈએ પોતા પાસે રહેલ લોખંડનો પાઇપ મને ડાબા હાથમાં મારેલ. વિજય વરુએ છરી વડે ડાબા હાથમાં બાવડા અને પંજાથી ઘા મારેલ. મારા ભાઈ રમેશ બોખાણી આવી જતા તો આ લોકોએ મારા ભાઈને પણ અપશબ્દો કહી જ્ઞાતી વિરુદ્ધ અડધુત કર્યા હતા. આ લોકો જતા રહેતા મને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. બાવડામાં છરી લાગવાથી ઇજા થતા આઠથી દસ જેટલા ટાંકા આવેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.