દહેગામ તાલુકાના સલકી ગામના રાંગળી માતાના ગરબાનું ધામ ધૂમથી થયું સમાપન - At This Time

દહેગામ તાલુકાના સલકી ગામના રાંગળી માતાના ગરબાનું ધામ ધૂમથી થયું સમાપન


દહેગામ તાલુકામાં આવેલ સલકી ગામમાં આજીવન કાળથી શરૂ થયેલ શ્રી રાજ રાજેશ્વરી રાંગળી માતાજીના ફૂલોનાં ગરબા દર વર્ષે ગામના ચોકમાં મૂકીને સતત એક મહિના સુધી સમસ્ત ગ્રામજનો ગરબે રમતા હોય છે જેમાં ગામના સમસ્ત ગ્રામજનો માં રાંગળી માતાજીની ભક્તિનો અનેરો આનંદ લેતા હોય છે જેમાં આજે પણ સલકી ગામમાં રાંગળી માતાજીનો અનેરો મહિમા છે જેમાં ગામના જે પણ લોકો માતાજીની ગરબાની બાધા રાખે છે તેની ઈષ્યા માં રાંગળી માતાજી જરૂર પૂરી કરતા હોય છે. આ વર્ષે પણ સલકી ગામના ચોકમાં માતાજીનો ગરબો મુકવામાં આવ્યો હતો જેમાં ગ્રામજનો દરરોજ અલગ અલગ ગાયક કલાકારો દ્વારા ગરબાની મોજ માનતા હોય છે અને આજે છેલ્લો દિવસ હોવાથી સમસ્ત સલકી ગામ દ્વારા ગરબાનું ડીજે સાથે રાંગળી માતાજીના મંદિરે ગરબાનું વરામણું ધામધૂમથી કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.