બોટાદ જિલ્લામાં પોલિયો રસીકરણ મહાઝુંબેશ અંતર્ગત અધિકારીઓ-કર્મચારીઓએ ઘર-ઘર વિઝીટ કરીને બાળકોને પોલિયોના રસી આપ્યા
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન અન્વયે સમગ્ર રાજ્યમાં પોલિયો રસીકરણ મહાઝુંબેશ ચાલી રહી છે. ત્યારે બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયાના વડપણ હેઠળ સમગ્ર જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેનાં ભાગરૂપે બોટાદ જિલ્લામાં ત્રીજા દિવસે હોમ ટુ હોમ પોલિયો કામગીરી કરવામાં આવી હતી. આ તકે અધિકારી, સુપરવાઈઝર તેમજ WHO ટીમ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા હોમ ટુ હોમ પોલિયો કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું અને બાળકોને પોલિયોનું રસીકરણ કરાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.