આધોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના આયુષ્યમાન આરોગ્ય મંદિર વોંધડા ના વિસ્તારની શ્રી કરમરિયા પ્રાથમિક શાળામાં એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવા માં આવ્યું.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સર તેમજ પી.એચ.સી. આધોઈ મેડિકલ ઓફિસર ડો. રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ પી. એચ.સી. આધોઈ ની શ્રી કરમરીયા પ્રાથમિક શાળા મા એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, સી એચ ઓ. દેવાંગીબેન પ્રજાપતિ તેમજ તમામ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને 10 અને 16 વર્ષ દરમિયાન લેવાની ટીડી વેક્સિન વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ કિશોર અવસ્થા દરમિયાન થતા ફેરફારો વિશે,આરોગ્યલક્ષી જીવનશૈલી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ દેવાંગીબેન પ્રજાપતિ દ્વારા વાહક જન્ય રોગો વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ વકૃત્વ સ્પર્ધામાં આરોગ્ય લક્ષી અને આઝાદી વિષય પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓના વજન ઊંચાઈ અને એચ.બી. ચેક કરવામાં આવ્યા હતા. તેમજ આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં મહેંદી સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા અને વકૃતવ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ હતું અને પહેલો,બીજો અને ત્રીજો નંબર આવનાર ને ઈનામ માં સ્કુલ બેગ,લંચ બોક્સ, ડોમ્સકિટ કંપાસ, કલર કીટ, એક્ઝામ પેડ અને ફુલ સ્કેપ ચોપડાનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. તેમજ દરેક ભાગ લીધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ગિફ્ટ આપવામાં આવી હતી આ સ્પર્ધામાં 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ ગણ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર વોંધડાના તમામ સ્ટાફ એ સહયોગ આપ્યો હતો.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.