ગોંડલ રોડ પર રોડ ક્રોસ કરતાં પ્રૌઢને બેકાબુ છોટાહાથીએ અડફેટે લેતા મોત
રાજકોટના ગોંડલ રોડ પર શિવ હોટેલ સામે રસ્તો ઓળંગી રહેલા લોધીકાના કાંગશીયાળી ગામના વાલજીભાઇ ભીખુભાઇ ચાવડા (ઉ.વ.50)ને છોટાહાથીનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ.જે.પરમાર અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.આ બનાવમાં પોલીસે મૃતકના પુત્ર અંકિતભાઇ ચાવડા (ઉ.વ.25) ની ફરિયાદ પરથી જીજે.03.બીડબલ્યુ.5412 નંબરના છોટાહાથીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
વાલજીભાઇ સાંજે પોતાને કોઠારીયા સોલવન્ટ પાસે કામ છે તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ ગોંડલ રોડ જુના ટોલનાકા પાસે વાહનની ઠોકરે ચડી ગયા હતાં. અકસ્માત સર્જી વાહનનો ચાલક પોતાનુ વાહન મુકી ભાગી ગયો હતો. મૃત્યુ પામનાર વાલજીભાઇ છુટક કામ કરતાં હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.