માળિયા તાલુકાના ગડુ ખાતે આગાખાન સંસ્થા દ્વારા ઉન્નત ઉધમ ઉત્સવ યોજાયો
ત્રણ જિલ્લાના 130 થી વધુ લાભાર્થીને મળી આર્થિક સહાય
માળીયાહાટીના તાલુકાના ગડુ ગામે આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ દ્વારા એક કાર્યક્રમનું આયોજન ચાર માર્ચના રોજ રાખવામાં આવ્યું હતું આ ઉન્નત ઉધમ ઉત્સવમાં 500થી વધુ લાભાર્થીએ લાભ લીધો હતો
માળીયા હાટીના તાલુકાના ગડુ ખાતે ખેરા રોડ ઉપર આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) ગડુમાં યુવા જંક્શન દ્વારા ઉન્નત ઉધમ ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ત્રણ જિલ્લાના 500 થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો આ તકે લાભાર્થીઓ દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને તેનો પણ લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો આ કાર્યક્રમમાં લીડ બેંકના મેનેજર ગોહેલ, નાબાર્ડના DDM કિરણ રાઉત, એસ.બી.આઇ ગડુના બેન્ક મેનેજર અજીતભાઈ પરમાર જુનાગઢ જિલ્લાના ડી.એલ.એમ કિરણ વ્યાસ સંસ્થાના અમદાવાદથી આવેલા સ્કીલ મેનેજર રાજેશભાઈ, એન્ટરપ્રાઇઝ મેનેજર નિતેશભાઇ, ગડુ એસ.એમ.ટી.ના એરિયા મેનેજર હસમુખભાઈ પટેલ, માળિયા તાલુકા હેલ્થ ઓફિસર આભાબેન, ચારીયા શૈક્ષણિક સંકુલના સ્થાપક ચારીયા સાહેબ તેમજ સંસ્થાના વિજયભાઈ કમાણી સહિતના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આ તકે આઈ.ટી.આઈ. માળિયાના વૈષ્ણવ સાહેબ તથા રાઠોડ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
ખોરસા ગીર ના લાભાર્થી સોઢા વૈશાલીબેન એ જણાવ્યું કે મને સંસ્થા દ્વારા જે આર્થિક સહાય આપવામાં આવી છે તેના દ્વારા મને મારા વ્યવસાય કેટરસ માં મને આગળ વધવાનો મોકો મળ્યો છે જેથી હું આ સંસ્થા ની ખૂબ આભારી છું અને મારા જેવી મધ્યમ વર્ગી મહિલા ઓને આ રીતની સહાય મેળવે તો બહેનો પોતાના પગભર થઈ શકે
130 લોકોએ શરૂ કર્યો વ્યવસાય
એક વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા 130 લાભાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવી હતી જેના દ્વારા તેઓએ પોતાનો વ્યવસાય શરૂ કરી પગભર થયા હતા
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.