રક્ષાબંધનના પર્વ નિમિતે દેશની રક્ષા કરતાં જવાનો માટે ધોરાજીની અપૂર્વ વિદ્યા સંકુલ શાળા દ્વારા બનાવાઈ આઠ બાઈ આઠની રાખડી
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૮ ઓગસ્ટ ૨૦૨૪, આગામી ૧૯ મી ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પાવન પર્વ છે ત્યારે આ રક્ષાબંધન નિમિત્તે સૌ કોઈ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે આવતી હોય છે અને ભાઈની રક્ષા માટે રક્ષાસ્વરૂપ રાખી બાંધી ભાઈની રક્ષા થાય તે માટે બહેન તેમના ભાઈને રાખડીઓ બાંધતી હોય છે જેમાં ભારતની અંદર રક્ષાબંધનનું મહત્વ ખૂબ જ વધારે છે ત્યારે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની અપુર્વ વિદ્યા સંકુલ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિતનાઓએ સાથે મળી દેશની રક્ષા અને સુરક્ષા માટે ફરજ બજાવતા દેશના જવાનોને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડી મોકલીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.
ધોરાજી શહેરમાં આવેલી શાળાના ધોરણ ૦૬ થી ૦૮ ના વિદ્યાર્થીઓ અને તેમની સાથે તેમના શિક્ષકો અને શાળાના સંચાલકોએ અંદાજિત ૧૫ થી ૨૦ દિવસની મહેનત કરી ૦૮ બાય ૦૮ ની એક વિશાળ રાખડી તૈયાર કરી છે જેમાં આ રાખડી તૈયાર કરી અને શાળા પરિવાર તરફથી દેશના જવાનોને મોકલવામાં આવશે ત્યારે આ રાખડી તૈયાર કરવા માટે વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ શાળા પરિવારમાં પણ આ રાખડી બનાવવામાં અને દેશના જવાનોને મોકલવા માટેનો વિશેષ ઉત્સાહ અને ઉમંગ પણ જોવા મળ્યો હતો.
શાળાના ડિરેક્ટર પુજા ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના શાળા પરિવાર દ્વારા રક્ષાબંધન નિમિત્તે દર વર્ષે કંઈક નવીન આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આ નવીન આયોજનમાં સંસ્થા દ્વારા વિવિધ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે તેમના દ્વારા દેશના વીર જવાનો માટે વિશેષ રૂપે રાખડી બનાવી દેશના જવાનોને આ રાખડી મોકલવામાં આવશે.
શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના પાવન પર્વનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દેશના શહીદ વીર જવાનો કે જેવો દેશની રક્ષા કરે છે તેમના માટે વિશેષ રૂપે રક્ષાબંધનનું આયોજન થઈ શકે અને તેમને પણ રાખડી તેમના કોઈ બહેનો દ્વારા બાંધવામાં આવે તેવા નેક અને ઉત્તમ વિચારની સાથે વિદ્યાર્થીઓ શિક્ષકો અને શાળાના સંચાલકોએ સંયુક્ત રીતે અંદાજિત 15 દિવસની મહેનત કરી ખૂબ જ બારીકાઈથી આ રાખડીને બનાવી છે ત્યારે આ રાખડી બનાવ્યા બાદ આગામી દિવસની અંદર દેશના વીર જવાનોને મોકલવામાં પણ આવશે.
તસવીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.