પાણી ઢોળવા બાબતે કુટુંબીઓ વચ્ચે ઝઘડો : છરીથી હુમલો કરતા ત્રણને ઈજા

પાણી ઢોળવા બાબતે કુટુંબીઓ વચ્ચે ઝઘડો : છરીથી હુમલો કરતા ત્રણને ઈજા


- વિરમગામ તાલુકાના કરકથળ ગામે- ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા : હુમલાખોર બે શખ્સો સામે ગુનો દાખલવિરમગામ : વિરમગામ તાલુકાના કરકથળ ગામે પાણી ઢોળવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થતાં ઝઘડો થયો હતો ત્યારે બે શખ્સોએ છરી વડે હુમલો કરતાં ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝઘડો કૌટુંબિક ભાઈઓ વચ્ચે થવા પામ્યો હતો.વિરમગામ તાલુકાના કરકથળ ગામે રહેતા ફરિયાદી કિશન નટુભાઈ વાળંદના જણાવ્યા મુજબ ઘરના આંગણામાં કુટુંબની મહિલા વચ્ચે પાણી ઢોળવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. ત્યારે ઝઘડાનું મનદુઃખ રાખી અપશબ્દો બોલી આરોપી અરવિંદ પોપટ વાળંદે અને દિનેશ વાળંદે છરી વડે હુમલો કર્યો હતો તેમાં કીશન નટુભાઈ વાળંદ, ધવલ નટુભાઈ વાળંદ, અને જશુભાઈ સોમાભાઈ વાળંદને ઈજા થઈ હતી જેથી તેમને સારવાર અર્થે વિરમગામ ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિરમગામ ગ્રામ્ય પોલીસે આરોપીઓ સામે ગુનો દર્જ કરી કાર્યવાહીહાથ ધરી હતી. આ બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »