જન્મ દિવસની અનન્ય ઉજવણી; દિવસ કર્યો દર્દી નારાયણની સેવામાં અર્પણ
પ્રેરણાદાયી: જન્મદિવસ નિમિત્તે આયોજિત ફ્રી મેગા મેડિકલ કેમ્પમાં 350 દર્દીઓ થયા લાભાન્વિત
25 દર્દીઓ ને આયુષ્માન ભારત યોજના હેઠળ ઓપરેશન ફ્રી માં કરી આપવામાં આવશે - એક દર્દીને કેન્સર હોવાનું નિદાન થયું
આજરોજ હળવદના સામાજિક કાર્યકર્તા - ગૌસેવક અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આયુષ sular- સ્પેસિયાલીટી હોસ્પિટલ મોરબીના સહયોગ થી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ્ નું સમૂહમાં ગાન કરી આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જનહિતમાં આયોજિત આ કેમ્પનો ૩૫૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ૨૫ દર્દીઓના ઓપરેશન આયુષ્માન ભારત યોજના થકી ફ્રી માં કરી આપવામાં આવશે. ખાસ ૭૫ વર્ષના વડીલ માટે આ કેમ્પ આશીર્વાદ સાબિત થયો હતો. જેઓ ઘણા સમય થી બીમાર હતાં ત્યારે આ કેમ્પ માં આવતા જરૂરી બ્લડ રિપોર્ટ એક્ષ-રે અને સિટી સ્કેનના આધારે કેન્સર રોગ હોવાનું પ્રાથમિક નિદાન કરવામાં આવ્યું હતું. આ નિદાન થવાથી તેઓની જરૂરી સઘન સારવાર થશે એટલે તેઓને ખૂબ રાહત મળશે. આ કેમ્પમાં દવાઓ , X-Ray , ECG , RBS સહિત સુપર સ્પેસિયાલીસ્ટ ડોક્ટર્સ દ્વારા દર્દીઓનું નિદાન સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંતશ્રી દિપકદાસજી મહારાજ , પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા , જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , બિપીનભાઈ દવે, જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , દાદાભાઈ ડાંગર સહિત સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં ડૉ લોકેશ ખંડેલવાલ , ડૉ રાજદીપસિંહ ચૌહાણ, ડૉ રજત પટેલ, ડૉ આર્શ રાઠોડ, ડૉ નિમેષ જૈન, ડૉ દર્શન પરમાર, ડૉ કેયુર પટેલ, ડૉ મિલન શિંગાળા, ડૉ મેહુલ જાદવ, ડૉ આશિષ હડીયલ એ રવિવારે રજાના દિવસે પરિવાર સાથે નહિ પણ દર્દી નારાયણની સેવા કરી માનવ સેવા એક પ્રભુ સેવા સૂત્ર ને ચરિતાર્થ કર્યું હતું.
આ કેમ્પ માં તમામ દર્દીઓ તથા દર્દીઓ ના સગા માટે વડીયાળી ના શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી દર્દીઓ ને ગરમી ન થાય તે માટે એર કૂલર મૂકવામાં આવ્યા હતા તેમજ ઠંડા પાણીની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે કેમ્પ નો લાભ લેવા આવેલ દર્દીઓ એ પણ સ્વયં શિસ્ત જાળવી હતી. તપનભાઈ દવેના જન્મદિવસની આ અનન્ય રીતે ઉજવણી કરવામાં આવી છે, ત્યારે આ રીતે જન્મદિવસની ઉજવણી એ અન્ય માટે ખરેખર પ્રેરણાદાયી બની રહેશે.
આ કેમ્પને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ , પાટીયા ગ્રુપ , છોટા કાશી હળવદ સેવા ગ્રુપ , ફ્રેન્ડસ્ ગ્રુપ , યુવા ભાજપ ધર્મપ્રેમી સેવા મંડળ, હળવદ એજ્યુકેશન સોસાયટી , સરસ્વતી શિશુ મંદિર અને એચપીએલ ગ્રુપ સહિતની સામાજિક સંસ્થા ના સેવાભાવી સ્વયં સેવક મિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં સહયોગ આપનાર અને ખાસ HES સ્કૂલ ના સંચાલકો સહિત સર્વે નો તપનભાઇ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.