વિજયનગર તાલુકાના કોડીયાવાડામાં વંદે ગુજરાતવિકાસ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું: સ્વાગત ગીતમાં વિકાસનો ગરબો બાળાઓદ્વારા સુંદર પ્રસ્તુત કરાયા
કોડીયાવાડામાં રૂ.૨૩ લાખ ખર્ચે નવ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ તેમજ ૧૪ લાખ ૧૫ હજાર ખર્ચના પાંચ કામોનુ ખાતમુહુર્ત કરાયુ
****************
સાબરકાંઠા જિલ્લાના આંતરીયાળ વિજયનગર તાલુકામાં જિલ્લા પંચાયત સદસ્ય લીલાબેન નીનામાની અધ્યક્ષામાં વિજયનગર,પાલ ચીતરીયા અને કોડીયાવાડા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા ઉત્સાહભેર યોજાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી રાજ્ય સરકાર તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં સંવેદનશીલ સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે હર હંમેશ ચિંતિત રહી છે.
વિકાસ યાત્રા દરમિયાન જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લીલાબેન નિનામાએ સરકારના વિકાસલક્ષી કાર્યો તથા યોજનાઓની સમજ આપી અને વિકાસલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કરેલ હતો.સરકાર દ્વારા બાળકના જન્મથી લઇને મરણ સુધીની અનેકવિધ માનવ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવામાં આવી છે.જેનો લાભ લોકો લઇ રહ્યા છે.
વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વિજયનગરના કોડીયાવાડામાં ૨૩ લાખ ખર્ચેના ૦૯ જેટલા કામોનું આ પ્રંસગે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જ્યારે ચૌદ લાખ પંદર હજાર ખર્ચના પાંચ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.વિજયનગર તાલુકાની વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન એફ.આર.સી.કાયદા અંતર્ગત સનદ, મંડપ સહાય મંજૂરી હુકમ પત્ર,કૃષિ વૈવિધ્યકરણ મંજૂરીપત્ર, મકાન સહાય, કુવરબાઇનું મામેરું, વ્હાલી દિકરી યોજના, પમ્પસેટ, તાડપત્રી પી.એમ.જે.એ.વાય યોજના તેમજ પ્રધાન મંત્રી ઉજ્જવલા ગેસ યોજનાનો લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન વિજયનગર તાલુકાના ઉખલા ડુંગરી, અંદ્રોખા, સારોલી, વિજયનગર, પાલ ચીતરીયા અને કોડીયાવાડાના ૧૭૪ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.વિકાસ યાત્રા દરમિયાન શાળાની બાળાઓ દ્વારા વિકાસનો ગરબો રજૂ કરવામાં આવ્યો હતો.
વિજયનગર તાલુકાની વંદે ગુજરાત વિકાસયાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપકભાઇ નીનામા પુર્વ કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત શ્રી નટવરસિંહ ભાટી, જિલ્લા આદિજાતી સંગઠન
મંત્રી શ્રી રણજીતભાઇ પાંડોર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી સુશીલાબેન એમ. ડામોર,તાલુકા પંચાયત સદસ્ય શ્રી આશાબેન જી.ડામોર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.