નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી
નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી
ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સોમવાર બપોરે ૧ કલાકે ૨૩. ૬૧ ફુટ નોંધાઈ
ભરૂચ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ૪૭,૪૪મી.મી. વરસાદ નોંધાયો: સૌથી વધુ નેત્રંગ તાલુકા ખાતે 91 મી.મી. વરસાદ નોંધાયો
ચાલુ વર્ષ દરમિયાન નેત્રંગ તાલુકામાં સિઝનનો સૌથી વધુ ૧૨૯૦ મી.મી. વરસાદ જ્યારે જંબુસર તાલુકામાં સૌથી ઓછો ૪૩૭ મી.મી. નોંધાયો
ભરૂચ- સોમવાર – સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે ભરૂચ વહિવટી તંત્ર પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં છે. ત્યારે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટને પગલે તંત્ર એકશન મોડમાં કામગીરી કરી રહ્યું છે.
હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં સોમવારે વિત્યા ચોવીસ કલાકમાં દરમિયાન કુલ ૪૬.૪૪ મી.મી વરસાદ નોંધાયો છે. સાથે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૮૪૪.૮૯મી.મી નોંધાવા પામેલ છે. તાલુકાવાર વરસાદની સ્થિતિ જોઈએ તો જંબુસર તાલુકા ખાતે ૨૯ મી. મી. (૪૩૭), આમોદ ૨૨ મી મી(૩૭૭), વાગરા ૬૧ મી.મી (૭૧૮), ભરૂચ મી મી ૪૭ (૮૫૭), ઝઘડીયા ૬૩મી મી (૭૩૧), અંકલેશ્વર ૩૭મી. મી. (૯૫૩) હાંસોટ ૨૬મી.મી, (૧૧૧૪) વાલીયા ૪૨ મી.મી (૧૧૨૭), નેત્રંગ ૯૧ મી.મી. (૧૨૯૦) વરસાદ નોંધાયો છે. કૌંસમાં આપેલા આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવ છે અને નર્મદા ડેમમાંથી રવિવારે રાત્રે ૯ ક્લાકે ક્રમશ ૨.૪૫ લાખ ક્યુસેક પાણી થી ૩.૯૫ લાખ ક્યુસેક પાણી છોડવાની સૂચનાને પગલે ભરૂચ ગોલ્ડન બ્રીજની સપાટી સોમવાર સવારે ૧ કલાકે ૨૩.૬૧ ફુટ નોંધાઈ છે. જેને પગલે નીચાણ વિસ્તારોમા રહેતા નાગરિકોને સલામત સ્થળે ખસી જવા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરી સ્થળાંતર સમયે તંત્રને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી હતી.
વધુમાં, ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ બલદેવા ડેમ તેમજ પિંગોટ ૧૦૦% ભરાતા હેઠવાસના ગામોના નાગરિકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તથા સાવચેત રહેવા અપીલ કરાઈ હતી.
જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના માટે સલામત સ્થળે ખસેડવા તેમજ નદી કીનારે નહી જવા સમજૂત કરી રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યા છે.
આગામી સમયમાં પણ વધુ વરસાદ થવાની શક્યતાના પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલાં લેવા જિલ્લા ક્લેકટર શ્રી તુષાર સુમેરાએ જિલ્લાના સંબંધિત અધિકારીઓને જણાવ્યું છે. ભરૂચ જિલ્લામાં વરસાદના અંક ઉપર બાજ નજર રાખી સમગ્ર તંત્ર દ્વારા જરૂરી આગોતરા પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત ગામોમાં રહેતા નાગરિકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓ માટે નિમાયેલા લાયઝન અધિકારીઓને પોતાના તાલુકાની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા કલેકટર શ્રી સૂચનાઓ આપી છે. જિલ્લાના તમામ અધિકારીઓ અને તલાટીઓએ મુખ્ય મથક ઉપર હાજર રહી તકેદારી અને સાવચેતીના પગલાં લેવા જણાવ્યું છે. નદીકાંઠે તેમજ નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે.
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.