76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે કરવામાં આવી. - At This Time

76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે કરવામાં આવી.


આજરોજ 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ના પટાંગણમાં કરવામાં આવી. જેમાં ધ્વજ વંદન શાળાના આચાર્ય અને એનસીસી ઓફિસરશ્રી પી.એમ. ઝાલા સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ શાળાના એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ નિદર્શન અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો,રાસ ગરબા અને વક્તવ્યની રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે થાનગઢ લાયન્સ ક્લબના પ્રમુખ અકબરભાઈ મીનાપરા, થાનગઢના ભામાશા તરીકે ઓળખ ધરાવતા હીરાભાઈ મીર, બકુલસિંહ રાણા તેમજ લા. ક્લબના સભ્ય પ્રકાશભાઈ ઉપરાંત ગામના પ્રતિષ્ઠિત નાગરિકો,વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં સમગ્ર વર્ષ દરમિયાન સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ નંબર મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. આ કાર્યક્રમનને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image