રિક્ષામાંથી થૂંકવા મામલે હુમલો કરી રિક્ષામાં તોડફોડ કરી
150 ફૂટ રિંગરોડ પર ચાલું રિક્ષામાંથી થૂંકવા મામલે બે બાઇકમાં ઘસી આવેલા ચાર અજાણ્યાં શખ્સોએ ત્રણ સ્થળે ભાવનગર પંથકના ટ્રક ડ્રાઇવર પર હુમલો કરી રિક્ષામાં તોડફોડ કર્યાની માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ભાવનગરના રતનપરમાં રહેતાં સત્યરાજસિંહ રમેશસિંહ ગોહીલ (ઉ.વ.23) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે બે બાઇકમાં આવેલા અજાણ્યાં ચાર શખ્સોના નામ આપતાં માલવીયાનગર પોલીસે ચારેય વિરૂદ્ધ મારામારી ,તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ગઈકાલે સવારના તે તેમજ તેના મારા શેઠના ભાઈ બંને અલગ અલગ ખટારો લઈ ભાવનગરથી અહી રાજકોટ આવેલ હતાં. તેઓએ ગોડલ રોડ ઉપર આવેલ કિશાન કાંટા પાસે આવેલ કારખાનામાં લોખંડ ભરેલ ખટારો ઉતારેલ અને ત્યાર બાદ તેઓ તેના શેઠના ભાઈ સાથે કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલમાં ખરીદી કરવાં માટે ગયેલા હતાં અને કપડાની ખરીદી કરી ક્રિસ્ટલ મોલની બહાર રાત્રીના દશેક વાગ્યાની આસપાસ નિકળી એક રીક્ષા કરાવી ગોંડલ ચોકડી તરફ જમવા માટે જતા હતા ત્યારે થોડે આગળ જતા તેઓએ રીક્ષામાંથી બહાર રોડ ઉપર થુંકતા રીક્ષાની બાજુમાંથી ડબલ સવારી એક એકટીવા નિકળેલ જેથી એકટીવા ચાલકે ચાલુ વાહને થૂંકવામા ધ્યાન રાખતા હોય તો કહેતા
જેથી તેઓને કહેલ કે, તમને થોડું ચુક ઉડેલ છે. જેથી તેઓએ ગાળો આપી બોલાચાલી કરેલ ત્યાર બાદ કે.કે.વી.હોલ પાસે પહોચતા રીક્ષા ઉભી રાખી નીચે ઉતરતા જ એક્ટીવા ચાલક ઘસી આવેલો અને ગાળો દેવા લાગતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. બાદ તેઓ બંન્ને રીક્ષામાં બેસી ગોડલ ચોકડી તરફ જતા હતા ત્યારે ફોચ્ર્યુન હોટલની સામે પહોચતા એક બાઇક સવાર બે શખ્સોએ ઘસી આવી રીક્ષાનો આગળનો કાચમાં લાકડાનો ધોકો મારી ચાલુ વાહને ફોડી નાખેલ જેથી રીક્ષાના ડ્રાઈવરે રીક્ષા ઉભી રાખી દિધી હતી. તેમજ ચારેય શખ્સોએ ગાળો આપી
ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને બાઇક ચાલકે ધોકાથી ફટકારેલ હતો. તેમજ એક શખ્સે છરી કાઢી છરીનો એક ઘા માથાના ભાગે ઝીંકી દિધો હતો. તેમને બચાવવા વચ્ચે પડેલ તેના મિત્ર ભગિરથસિંહને પણ મારમારતાં ઇજા પહોંચી હતી. બનાવ સ્થળે લોકો એકઠાં થઈ જતાં ચારેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ બી.બી.રાણા અને ટીમે હુમલાખોરોને દબોચવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.