મનપાના 100 કરોડના બોન્ડ 15 સેકન્ડમાં 5 ગણા ભરાયા! - At This Time

મનપાના 100 કરોડના બોન્ડ 15 સેકન્ડમાં 5 ગણા ભરાયા!


વાર્ષિક માત્ર 7.90 ટકાના વ્યાજદરની બોલી લાગી, કેન્દ્રના 13 કરોડના ઈન્સેન્ટિવથી માત્ર 4.63 ટકા વ્યાજે મળશે 100 કરોડ

સહકારી બેંક તેમજ નામી નાણાકીય સંસ્થાઓએ પણ બોન્ડ લેવામાં દાખવ્યો રસ

રાજકોટ મહાનગરપાલિકાએ 100 કરોડ રૂપિયાના બોન્ડ બહાર પાડવાનો નિર્ણય લીધો હતો. આ બોન્ડ ઈસ્યૂ થયાના માત્ર 15 જ સેકન્ડમાં પાંચ ગણો ઓવર સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. જેથી સ્પષ્ટ થયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા આર્થિક રીતે સદ્ધર હોવાનું ઘણી સંસ્થાઓેએ માની લીધું છે. બે દિવસમાંં બોન્ડ ફાળવી દેવાતા કોર્પોરેશનના ખાતામાં 100 કરોડ રૂપિયા જમા થઈ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.