ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર અને પાલીતાણા તાલુકામાં વોટરશેડ યાત્રા યોજાઇ - At This Time

ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર અને પાલીતાણા તાલુકામાં વોટરશેડ યાત્રા યોજાઇ


ભાવનગર જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ (વોટરશેડ ૨.૦) ધ્વારા અમલીકરણ કરવામાં આવી રહી છે. જેમાં જળ સંચય અને જળ સંરક્ષણનાં કામો કરવામાં આવે છે. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જળનું સંરક્ષણ કરવું તેમજ પર્યાવરણને વૃક્ષો ધ્વારા શુધ્ધ રાખવાનાં હેતુથી લોકોમાં જન જાગૃતિ સારૂ પાલીતાણા તાલુકામાં ડબલ્યુ.ડી.સી. ૨.૦/૨ હાથસણી પોજેક્ટનાં જાળીયા(અમરાજી) તેમજ મોટા ગરાજિયા ગામે અને ગારિયાધાર તાલુકામાં ડબલ્યુ.ડી.સી. ૨.૦/૧ વેળાવદર પ્રોજેકટનાં મોટા ચારોડીયા તેમજ લુવારા ગામે આયોજન કરવામાં આવ્યું હતું.

વોટરશેડ યાત્રા દરમ્યાન ગામમાં પાણીને લગતાં કામો જેવા કે ચેકડેમ, નાલાપ્લગ, ચેકવોલ, કોઝ-વે કમ ચેકડેમ, ઈન્જેક્શન વેલ વિગેરે જેવા કામોથી વરસાદી પાણીની બચત કરી ભૂગર્ભ જળનું સ્તર ઉચું લાવવા પ્રયત્નો કરવામાં આવે છે. આ પ્રવૃતિઓથી લાભાર્થીઓને ખેતીમાં અનેક લાભ થયેલ હોવાથી લોકો ખુબ જ ઉત્સાહી તેમજ આનંદમાં જોવા મળ્યા હતા. આ યોજનાનાં પ્રોડકશન સિસ્ટમ હેડ હેઠળ વ્યક્તિગત લાભાર્થીઓને સંમાનિત કરવામાં આવ્યા તેમજ કેટલશેડ, જિપ્સમ, વાડી પ્રોજેકટ, સબમર્સીબલ પંપ, કોટન પીકર, ડ્રીપ ઈરીગેશન, પોલી હાઉસ વિગેરેનાં વ્યક્તિગત લાભાર્થીઓને મળેલ લાભ અંગે લાભાર્થીઓ ધ્વારા વર્ણન કરવામાં આવ્યું અને યોજનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વોટરશેડ યોજનાનાં પ્રોજેકટ ડાયરેકટર જયશ્રીબેન એન. ઝરૂ ધ્વારા થયેલ કામોની રૂબરૂ મુલાકાત લઈ કરવામાં આવેલ તેમજ પ્રવૃતિઓનું લોકાર્પણ કરવામાં આવ્યું તેમજ કરવામાં આવેલ પ્રવૃતિઓના આજુ-બાજુના લાભાર્થીઓનું સ્થળ પર જ કામો થયા અંગેના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા.

યાત્રામાં ગામની પ્રાથમિક શાળાના બાળકો, ગામલોકો, ગામના આગેવાનો તેમજ પદાધિકારીશ્રીઓએ કાર્યક્રમમાં હાજરી આપેલ હતી. રથનાં આગમન સમયે રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોને જળ અને જળ સંરક્ષણ કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું તેમજ પાણીની બચત કરવા શપથ લેવામાં આવી હતી. શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવનારને એવોર્ડ તેમજ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના બાળકોને જળ અને પર્યાવરણ થીમ પર ચિત્ર તથા નિંબધ સ્પર્ધાનું આયોજન કરી શ્રેષ્ઠ ચિત્ર તેમજ નિંબંધ ને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમ આપી ઈનામ આપવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. "એક પેડ માં કે નામ'' અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સેલ્ફી પોઈન્ટ ધ્વારા લોકોને આકર્ષિત કરવામાં આવ્યા ત્યારબાદ રથનું ફલેગ ઓફ કરી રથ અમરેલી તરફ રવાના કરવામાં આવ્યો હતો.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image