કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે - At This Time

કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે


 

કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલછે જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવીછે મંદિરમાં અખંડ જ્યોત દિવો પ્રજ્વલિત રાખવામાં આવેછે મંદિરની પુજા પરેશ બાપુ કરેછે આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહીનાની સાતમ તથા ચૈત્ર મહીનાની સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે જેમા કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોની ધર્મ પ્રેમી જાહેર જનતા દર્શને તથા પ્રસાદી ધરવા આવેછે શીતળા માતાજીના મંદિરે કુલેર તથા શ્રીફળની પ્રસાદી ધરવામા આવેછે ગુજરાતના મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર અખોદર ગામે આવેલછે દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવેછે આવનારી ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોય તા. ૨૮ મંગળવારે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પ્રસાદી ધરાવવા આવશે ચૈત્રી સાતમની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવેછે મંદિરના સાનિધ્યમાં કિર્તન મંડળીનું આયોજન કરવામાં આવેછે મંદિર પુજારી પરિવાર દ્વારા તમામ દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવેછે ચૈત્રી સાતમની ઉજવણીમાં સર્વ ધર્મ પ્રેમી જાહેર જનતાએ લાભ લેવા પધારવા મંદિરના પુજારી પરેશ બાપુની યાદીમાં જણાવાયુંછે  

9723444990


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.