હડમતાળા શાળાના બાળકોએ શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે તાલુકામાં કાર્યરત વિભાગોની મુલાકાત લીધી
ઉમરાળાના હડમતાળા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે ધોરણ 6 થી 8 ના તમામ બાળકોએ ટીંબી ગામ સ્થિત સ્વામી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ આઈ.ટી.આઈ મામલતદાર ઓફિસ ઉમરાળા કોર્ટ ઉમરાળા પોલીસ સ્ટેશન,ઉમરાળા સામુહિક આયોગ્ય કેન્દ્ર,પીએમ સર્વોદય હાઇસ્કુલ ઉમરાળા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સાથે ધોળાની હેરિટેજ પ્રાથમિક શાળા,ધોળા એસબીઆઇ બેન્ક તથા ધોળા જંકશન રેલવે સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી તમામ સંસ્થાઓએ ખૂબ જ સહકાર આપી અને તેમની સંસ્થાનો પરિચય આપ્યો હતો તે સંસ્થાઓ દ્વારા થતા કાર્યો અને પ્રવૃત્તિઓની બાળકોને સમજણ આપી તમામ સ્થળની મુલાકાત બદલ વિદ્યાર્થી બાળકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.