PF એકાઉન્ટ પર મળે છે એક નહીં અનેક સુવિધાઓ, પેન્શન - ગ્રેચ્યુઈટી સાથે 7 લાખનો ફાયદો - At This Time

PF એકાઉન્ટ પર મળે છે એક નહીં અનેક સુવિધાઓ, પેન્શન – ગ્રેચ્યુઈટી સાથે 7 લાખનો ફાયદો


જો તમારું પણ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) માં PF એકાઉન્ટ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. શું તમે જાણો છો કે સેલરી, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી સિવાય કર્મચારીઓને 7 લાખ રૂપિયાનો લાભ પણ મળે છે. હકીકતમાં EPFO મેમ્બર્સને એમ્પ્લોઈ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ સ્કીમ (EDLI) હેઠળ ઈન્સ્યોરન્સ કવરની સુવિધા મળે છે. સ્કીમમાં ઈન્શ્યોરન્સ કવર હેઠળ નોમિનીને મહત્તમ 7 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. પ્રાઈવેટ કંપનીઓમાં કામ કરતા લોકોને પણ ફ્રીમાં 7 લાખ રૂપિયા સુધીનો લાભ મળે છે.

માંદગી, અકસ્માત અથવા કર્મચારીની કુદરતી મૃત્યુના કિસ્સામાં EDLI સ્કીમનો દાવો મેમ્બર કર્મચારીના નોમિની તરફથી કરી શકાય છે. હવે આ કવર એવા કર્મચારીઓના પીડિત પરિવાર માટે પણ ઉપલબ્ધ છે કે જેમણે મૃત્યુના તુરંત પહેલા 12 મહિનાની અંદર એક કરતાં વધુ સંસ્થામાં કામ કર્યું છે.

કર્મચારીઓને નથી ચુકવવી પડતી કોઈ રકમ

EDLI માં, કર્મચારીએ કોઈ રકમ ચૂકવવાની જરૂર નથી. જો યોજના હેઠળ કોઈ નોમિનેશન ન હોય, તો કવરેજ મૃત કર્મચારીના પત્ની, અપરિણીત પુત્રીઓ અને સગીર પુત્રોને મળશે. જો દાવો કરનાર સગીર 18 વર્ષથી ઓછી ઉંમરનો હોય તો તેના વાલી તેના વતી દાવો કરી શકે છે.

આ દસ્તાવેજોની પડે છે જરૂર

પીએફ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માટે એમ્પ્લોયર પાસે સબમિટ કરવાના ફોર્મ સાથે ઈન્શ્યોરન્સ કવરનું ફોર્મ 5 IF પણ જમા કરવું પડશે. એમ્પ્લોયર આ ફોર્મની ચકાસણી કરશે. જો નોકરીદાતા ઉપલબ્ધ ન હોય તો, ફોર્મ ગેજેટેડ અધિકારી, મેજિસ્ટ્રેટ, ગ્રામ પંચાયતના અધ્યક્ષ, નગરપાલિકા અથવા જિલ્લા સ્થાનિક બોર્ડના અધ્યક્ષ / સચિવ / સભ્ય, પોસ્ટમાસ્ટર અથવા સબ પોસ્ટ માસ્ટરમાંથી કોઈ એક દ્વારા વેરિફાય કરાવેલું હોવું જોઈએ.

ઈ નોમિનેશન (E nomination) ની પણ સુવિધા થઈ શરૂ

EPFO એ હવે નોમિનીની માહિતી આપવા માટે ઈ-નોમિનેશનની સુવિધા શરૂ કરી છે. જે લોકો તેમાં રજિસ્ટર્ડ નથી, તેમને તક આપવામાં આવી રહી છે. તેના પછી નોમિનીનું નામ, જન્મ તારીખ જેવી માહિતી ઓનલાઈન અપડેટ કરવામાં આવશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon