વડોદરા થી શિરડી જતા સાંઈ બાબા ના બે અલગ અલગ સંઘ નું સતત નેત્રંગ નગરમાં આગમન થતા નેત્રંગ ના નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ૐ સાંઈ શ્રધ્ધા પદયાત્રા સંઘદ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે . - At This Time

વડોદરા થી શિરડી જતા સાંઈ બાબા ના બે અલગ અલગ સંઘ નું સતત નેત્રંગ નગરમાં આગમન થતા નેત્રંગ ના નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ૐ સાંઈ શ્રધ્ધા પદયાત્રા સંઘદ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે .


વડોદરા થી શિરડી જતા સાંઈ બાબાની ભવ્ય રથયાત્રા તેમજ પદયાત્રીઓ નેત્રંગ ખાતે આવી પહોંચ્યા હતા . જેમનું નેત્રંગમાં નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું . ૐ સાંઈ શ્રધ્ધા પદયાત્રા સંઘ - ઝંડાચોક કિશનવાડી, આજવા રોડ, વડોદરા થી શ્રી ગણેશબાળ યુવક મંડળ દ્વારા આ સંઘ નું આયોજન કરવામાં આવે છે. દર વર્ષ ની જેમ ભાઈબીજ ના દિવસે સવારે ૦૭:૦૦ કલાકે મહાઆરતી નું આયોજન કરી આ સંઘ વડોદરા થી શિરડી જવા પ્રસ્થાન કર્યું હતું. આ સંઘ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે . જ્યારે ૐ સાંઈ શ્રધ્ધા પદયાત્રા સંઘ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી સાંઈ બાબાની ભવ્ય મૂર્તિ અને ડી.જે ના તાલ સાથે પદયાત્રા યોજવામાં આવે છે.

આ પદયાત્રા ૧૧ દિવસમાં પુર્ણ થાય છે. છેલ્લા ઘણા વર્ષથી ચોથી રાત્રી રોકાણ નેત્રંગ ના ગાંધીબજાર વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે કરવામાં આવે છે. નેત્રંગ ના ચાર રસ્તા વિસ્તાર થી ડી.જે ના તાલ સાથે તેમજ ફટાકડા ફોડી સાંઈ બાબાની રથયાત્રા યોજી ને ગાંધી બજાર વિસ્તારમાં આવી પહોંચી હતી. ત્યારે પદયાત્રીઓ સાંજની આરતી કરીને નેત્રંગ જલારામ મંદિરે માહાપ્રસાદી લીધી.

બીજા દિવસે સવારે આ પદયાત્રીઓ એ નેત્રંગના નગરજનો આભરમાની શેરડી તરફ પ્રસ્થાન કર્યું હતું. ત્યારે નેત્રંગ તાલુકાના બજારોમાં માંથી ભવ્ય સાંઈ બાબાની મૂર્તિ પસાર થતા ગામ લોકો દર્શન કરવા માટે રોડ ઉપર સાંઈ ભક્તો ઉમટી પડ્યું હતું.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.