વેરાવળ સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરને ૪ વર્ષ પૂર્ણ - At This Time

વેરાવળ સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરને ૪ વર્ષ પૂર્ણ


----------

ચાર વર્ષમાં દસ હજાર કરતાં વધુ દર્દીઓએ લીધો ડાયાલિસિસ સારવારનો લાભ

----------

સિવિલ સ્ટાફ દ્વારા ડાયાલિસિસ સેન્ટરની ચતુર્થ વાર્ષિક ઉજવણી

----------

ગીર સોમનાથ, તા.૧૬: ગુજરાત સરકાર અને ઈન્ડિયન કિડની ડિસિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)ના સહિયારા પ્રયાસથી વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું હતું. હવે સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટરને ૪ વર્ષ પૂર્ણ થયાં છે. આ નિમિત્તે સિવિલ સ્ટાફ દ્વારા ડાયાલિસિસ સેન્ટરની ચતુર્થ વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જિજ્ઞેશ પરમારના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૯માં ૧૭૧૬ દર્દીઓ, વર્ષ ૨૦૨૦માં ૨૬૩૩ દર્દીઓ, વર્ષ ૨૦૨૧માં ૨૫૭૧ દર્દીઓ, વર્ષ ૨૦૨૨માં ૩૩૦૧ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ડાયાલિસિસ સેન્ટર બે શિફ્ટમાં કાર્યરત છે તેમજ દર મહિનામાં એક વખત નેફ્રોલોજિસ્ટની મુલાકાત ઉપરાંત ડાયાલિસિસ વોર્ડમાં દર્દીઓ માટે ટીવી સહિત મનોરંજનની સુવિધા અને પોષણયુક્ત નાસ્તો પણ આપવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.