ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના અને રૂ.૧૦,૦૦૦/-નું જાહેર થયેલ ઇનામવાળા છેલ્લાં ૨૨ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના અને રૂ.૧૦,૦૦૦/-નું જાહેર થયેલ ઇનામવાળા છેલ્લાં ૨૨ વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/કર્મચારીઓને સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફના માણસોને *બાતમી મળેલ કે,* ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હત્યાના ગુન્હાના નાસતાં-ફરતાં આરોપી અશોક મુન્શી પાંડે રહે.હાઉસે (દેવલી) પોસ્ટ-દવરી તા.જી.ગરીકોટ રાજય-ઝારખંડવાળો છેલ્લા બાવીસેક વર્ષથી ઉતરપ્રદેશ ખાતે તેના પરીવાર સાથે મેરઠ રાજય-ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. જે બાતમી આધારે એલ.સી.બી. ની ટીમે મેરઠ ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપી અંગે તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી મેરઠના પરતાપુરમાં બહાદુરપુર રોડ ઉપર આવેલ ભારત કેમીકલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોવાનું જણાય આવેલ.જેથી આ જગ્યાએથી નાસતાં-ફરતાં આરોપી મળી આવતાં તેને ઉત્તર પ્રદેશથી ભાવનગર ખાતે લાવી આગળની વધુ કાર્યવાહી માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.

*નાસતાં-ફરતાં આરોપીઃ-*
અશોક મુન્શી પાંડે ઉ.વ.૬૨ રહે.હાલ-હાઉસ નંબર-૨૭૧, સેક્ટર નંબર-૪/ઇ,હવાઇપટ્ટી, શતાબ્દીનગર, પરતાપુર તા.મેરઠ થાણું-પરતાપુર, ઉતરપ્રદેશ મુળ વતન-દેવલી તા.જી.ગરીકોટ,ઝારખંડ

નાસતાં-ફરતાં આરોપીને પકડવાના બાકી ગુન્હોઃ-
શિહોર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૬૨/૨૦૦૨ ઇ.પી.કો. કલમઃ-૩૦૨,૩૪૨,૩૪ તથા જી.પી.એક્ટ કલમઃ-૧૩૫ મુજબ
*ઇનામ જાહેર થયેલ નાસતાં-ફરતાં આરોપીઃ-*
ગૃહ વિભાગ, ગુજરાત રાજયના આદેશાનુસાર સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગુ.રા., ગાંધીનગરનાઓ તરફથી *નાસતાં-ફરતાં આરોપી અંગે રૂ.૧૦,૦૦૦/-નું ઇનામ જાહેર થયેલ હતું.*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા સ્ટાફનાં બીજલભાઇ કરમટીયા, જયદાનભાઇ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા, હરિચંદ્દસિંહ દિલુભા, હરિચંદ્દસિંહ ભીમભા, ડ્રાયવર યોગરાજસિંહ ગોહિલ વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.