જસદણના આટકોટ આરોગ્ય કેન્દ્ર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
જસદણ આટકોટમાં આરોગ્ય કેન્દ્ર દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
જસદણ તાલુકાના આટકોટ ગાયત્રી નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સાયકલોથન કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં રેલીનું આયોજન કરતા રેલીમાં જેમાં વડીલો બાળકો જોડાયાં હતાં આ આરોગ્ય કેન્દ્ર થી જ્સદણ ટી પોઈન્ટ સુધી સાયકલ રેલી નિકળી હતી આ રેલીમાં મોટી ઉંમરના વડીલો પણ જોડાયા હતા સાયકલ ચલાવવી સ્વાસ્થ માટે સારી છે, જન આરોગ્યની દેખરેખ તપાસ નિશ્ચિતપણે થશે જે અંતર્ગત અને તેવી અવરનેસ સાથે મેડીકલ ઓફીસર નર્સ બહેનો આશા વર્કર સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આટકોટ પોલીસે પણ મેગા સાઇકલોથોન કાર્યક્રમમાં સહગોય આપ્યો હતો. ત્યારે 79 વર્ષના આટકોટ અંબાજી માના પૂજારીએ જણાવ્યું હતું કે હું નાનો હતો ત્યારથી સાઇકલ નો ઉપયોગ કરું છું સાયકલ મારો સાથી છે આજની તારીખે હું અંબાજીમાંના મંદિરે જવા માટે સાયકલનો ઉપયોગ કરું છું અને 15 કિલોમીટર જેટલો રસ્તો આ સાયકલ થી કાપું છું સાયકલ ચલાવવાથી તંદુરસ્તીમાં ફાયદો થાય છે સાયકલ ચલાવવાથી પર્યાવરણનો પણ સૌથી મોટો ફાયદો થાય છે, પૈસાની બચત થાય છે દરેક વ્યક્તિએ ખોટા ખર્ચા કરવાને બદલે સાઇકલ ચલાવી જોઈએ. આજથી સાઠ વર્ષ પહેલા સાયકલ હીરો ગણાતી હતી જેવી અનેક સાયકલ ઉપયોગી અને લોક જાગૃતિ વિશે માહિતી આપી હતી.
તસવીર કરશન બામટા આટકોટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.