રાણાવાવના પાદરડી ગામે તળાવ સામે કેનાલ કાંઠે જાહેરમાં ધમધમતું જુગારધામ ઝડપાયું
લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પડતાં જુદા જુદા ગામેથી જુગાર રમવા આવેલ છ ઈસમોને રૂ.૨૬૪૦૦ના મુદામાલ પકડી પાડી રાણાવાવ પોસ્ટે.ગુન્હો રજીસ્ટર કરેલ છે
ગોસા(ઘેડ)તા.૨૦/૦૧/૨૦૨૫
પોરબંદર એલ.સી.બી.ને રાણાવાવ તાલુકા છેવાડાના પાદરડી ગામે તળાવના સામે કાંઠે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા બાતમી વાળી જગ્યાએ દરોડો પડતા છ શખ્સોને જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં ગેર કાયદેસર દારૂ/જુગાર ની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય જેના અનુસંધાને ઈન્સાર્જ એલ.સી.બી.પો.ઈન્સ.આર. કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો રાણાવાવ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ મકકા તથા પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા ને હકીકત મળેલ કે રાણાવાવ તાલુકાના પાદરડી ગામેથી આવળ માતાજી ના મંદિર તરફ જતા રસ્તે તળાવ સામે કાંઠે જાહેરમાં ગંજીપતા ના પાના પૈસા વડે જુગાર રમે છે. ત્યારે એલ.સી. બી.સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ રેઈડ કરતા જુગાર રમતા(૧) દેવશી વિંજાભાઈ કેશવાલા ઉ.વ.૬૩,રહે.એરડા ગામ,રામ મંદિર પાસે,તા.જી.પોરબંદર (૨) માલદે ભોજાભાઈ વદર ઉ.વ.૬૫,રહે. કુતિયાણા ગામ,થેપડા જાપા પાસે, તા.કુતિયાણા જી. પોરબંદર, (૩) માલદે દુદાભાઈ ઓડેદરા ઉ.વ.૬૧,રહે. કુતિયાણા ગામ,બાપુ નાકા, તા.કુતિયાણા જી. પોરબંદર,(૪) નાગાજણ મોહનભાઈ સોલંકી ઉ.વ.૫૨, રહે. જાંબુ ગામ,કોળી ફળિયું, તા.રાણાવાવ જી. પોરબંદર,(૫) રાજશી ભાયાભાઈ મોઢા ઉ.વ.૪૦,રહે. કોટડા ગામ, વાછરાડાડાના મંદિર પાસે, તા.કુતિયાણા જી. પોરબંદર, અને (૬) કેશુ રામભાઈ ભૂતિયા
ઉ.વ.૬૦,રહે.નેરાણા ગામ વાછરાડાડાના મંદિર પાસે, તા.રાણાવાવ જી. પોરબંદરવાળા ને ગંજીપતાના પાના નંગ.-૫૨ તથા રોકડા રૂ. ૨૬,૪૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાનો ગણનાપાત્ર કેશ સુધી કાઢી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ. આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર, ગોવિંદ ભાઈ મકવાણા,મુકેશભાઈ માવદીયા તથા પોલીસ હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઈ પઠાણ,ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મકકા, , કુલદીપ સિંહ જાડેજા, લક્ષ્મણ ભાઈ ઓડે દરા, જીતુભાઈ દાસા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ, તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ રોહીતભાઈ વસાવા વગેરે રોકાયા હતા.
રિપોર્ટર વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
