હું હિંમતનગરના કાટવાડનો વતની છું. - At This Time

હું હિંમતનગરના કાટવાડનો વતની છું.


*દિવ્યાંગ લોકોની દરકાર કરતી ગુજરાત સરકાર*
*******************
*દિવ્યાંગ એસ.ટી.બસ મફત મુસાફરી યોજના થકી અમે આર્થિક ચિંતા વગર રાજ્યમાં મફત મુસાફરી કરી શકીએ છીએ.*
-લાભાર્થી મણિલાલ
*************
*સાબરકાંઠામાં કુલ ૧૧૦૨૯ દિવ્યાંગ વ્યક્તિઓ કરી રહ્યા છે એસ.ટી બસોમાં મફત મુસાફરી*
**************

રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે વિકલાંગ વ્યક્તિઓ, બાળકોને તબીબી સારવાર,સામાજિક કામો પર જવા,અભ્યાસ અર્થે તથા અન્ય કામ માટે કરવી પડતી બસની મુસાફરી ખર્ચમાં આર્થિક રાહત આપવાના હેતુથી દિવ્યાંગ વ્યક્તિઓને એસ.ટી મફત મુસાફરી યોજના રાજ્ય સરકારે અમલમાં મૂકી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૧૦૨૯ દિવ્યાંગ વ્યક્તિઓને દિવ્યાંગ બસ મુસાફરી ઓળખપત્ર આપવામાં આવ્યા છે.

દિવ્યાંગ એસ.ટી.બસ મફત મુસાફરી યોજનાના લાભાર્થી રાવળ મણિલાલ ભીખાભાઇ જણાવે છે કે હું હિંમતનગરના કાટવાડનો વતની છું. હું સરકાર દ્વારા ચાલતી દિવ્યાંગ મફત બસ મુસાફરી યોજનાનો લાભ લઈ રહ્યો છું.અમારે કોઇ પણ કાર્ય માટે બહાર જવાનું થાય તો અમને સૌથી પહેલા મુસાફરી ખર્ચની ચિંતા રહેતી. પરંતુ સરકાર દ્વારા આ ચિંતા દુર કરવામાં આવી છે. અમારા જેવા દિવ્યાંગ લોકોને જીવન દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સરકાર દ્વારા અમારા જેવા લોકોનું જીવન સરળ બને તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેના માટે અમે સૌ સરકારના આભારી છીએ.

આ યોજનામાં શારીરિક અસ્થિ વિષયક ખામી ધરાવતી વ્યક્તિ, અંધ,બહેરા,મુંગા અને મંદબુધ્ધિવાળી વ્યક્તીઓને દિવ્યાંગ ઓળખકાર્ડ આપવામાં આવે છે. આવી વ્યક્તિઓ ઓળખકાર્ડ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગનની એસ.ટી બસોમાં ગુજરાત રાજ્યની હદમાં મફત મુસાફરી કરી શકે છે. આ યોજના હેઠળ દિવ્યાંગ/વિકલાંગ વ્યક્તિને ( જે ૪૦ ટકા કરતા વધુ દિવ્યાંગ/વિકલાંગ છે તે ) GSRTC નિગમની બધા જ પ્રકારની બસોમાં ગુજરાત રાજ્યની અંદર તેમજ ગુજરાત રાજ્યની બહાર મુસાફરી કરવાના કિસ્સામાં બસના રૂટના રાજ્યની બહાર આવેલ બસના છેલ્લા સ્ટેશન સુધી બસમાં મફત મુસાફરીનો લાભ મળવાપાત્ર છે.
****************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon