જુના યાર્ડ પાસે ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતાં યુવકનું મોત નીપજ્યું, 3 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી - At This Time

જુના યાર્ડ પાસે ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતાં યુવકનું મોત નીપજ્યું, 3 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી


રાજકોટ શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું છે. રાજકોટના જુના માર્કેટ યાર્ડ પાસે બપોરે 12.30 વાગ્યા આસપાસ પાણીના ટેન્કરની પાછળ સ્કૂટર ઘુસી ગયું હતું, જેમાં વાહનચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની કરુણતા એ છે કે, યુવકના પત્નીએ જયારે તેને જમવાનું પૂછવા માટે ફોન કર્યો ત્યારે તેને અકસ્માત અંગે જાણ થઇ હતી અને પછી તેના પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક યુવાનને સંતાનમાં એક 3 વર્ષનો પુત્ર છે, જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image