વિરપુર તાલુકામાં રેશનકાર્ડ ઈ કેવાયસીની ૭૪.૨૦ ટકા કામગીરી પુર્ણ…
કેવાયસી તાત્કાલિક કરાવી લેવા મામલતદારની અપીલ...
જાહેર રજાના દિવસોમાં પણ ૩૨ ગ્રામ પંચાયતોમા ઈ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી છે...
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાન સાથે ગ્રામ પંચાયત કક્ષાએ રેશનકાર્ડ ઈ કેવાય.સીનું કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે અનેક જાગૃતિ પ્રચાર પ્રસાર કરવા છતાં હાલ ૭૪.૨૦ ટકા લોકોએ રેશકાર્ડઈ કેવાસી કરાવી લીધું છે. જ્યારે લોકો જાગૃત થાય તે માટે વિરપુર મામલતદાર દ્વારા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવા માટે અપીલ કરાઈ છે.
વિરપુર તાલુકામાં સસ્તા અનાજની વેચાણ કરતી ૩૮ દુકાન આવેલી છે જેમાં હાલ રેશનકાર્ડ ઈ કેવાયસી માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાલુકામાં આવેલી ૩૨ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા રેશનકાર્ડ ઈ કેવાયસી કરવા માટે કામ કાજ ચાલુ છે. સરકાર દ્વારા અનેક જાગૃતિ પ્રચાર પ્રસાર કરવા છતાં તાલુકામાં હાલ ૧૦,૮૩૮૦ રેશનકાર્ડ મેમ્બર સામે ૮૦૪૧૯ રેશનકાર્ડ મેમ્બરોએ ઈ કેવાયસી કરાવી લીધું છે. જ્યારે ૨૭૯૬૧ રેશનકાર્ડ મેમ્બરોએ ઈ કેવાયસી કરાવવાનું બાકી છે. તાલુકામાં ૭૪.૨૦ ટકા જેટલા લોકોએ પોતાના રેશનકાર્ડ નું ઈ કેવાયસી કરાવી લીધું છે. તો ૨૦ ટકા લોકો દ્વારા હજુ રેશનકાર્ડ ઈ કેવાયસી માટે જાગૃતતા લાવવા વિરપુર મામલતદાર આર એમ પટેલ અને પુરવઠા મામલતદાર મમતા ચૌહાણ દ્વારા તાલુકાની પ્રજાને રેશનકાર્ડ ઈ કેવાયસી તાત્કાલિક ધોરણે કરાવી લેવા અપીલ કરવામાં આવી છે. જો ઈ કેવાયસી નહિ કરાવે તો ભવિષ્યમાં સરકાર તરફથી મળતી યોજનાઓના લાભ બંધ પણ થઈ શકે છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
