રાજુલા માં પૂજ્ય જલારમ બાપા ની 225, મી જન્મજયંતિ ની ધામધૂમ થી ઉજવવા આવી
રાજુલા માં પૂજ્ય જલારમ બાપા ની 225, મી જન્મજયંતિ ની ધામધૂમ થી ઉજવવા આવી
રઘુવંશી નાં તમામ ધરે દીવડા ઓ તેમજ રંગોળી સજાવવામાં આવ્યા
લોહાણા સમાજ ની બીજી દિવાળી એટલે જલારામ જયંતિ ....
રાજુલા શહેરમાં પૂજ્ય જલારામ બાપાની 225 મી જલારામ જયંતિ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવી આ શોભાયાત્રા દર વર્ષની માફક આ વર્ષે પણ બાબુલાલ ચત્રભુજભાઈ ઠક્કરના ડેલેથી શરૂ કરવામાં આવેલી જે રાજુલા શહેર ના મુખ્ય માર્ગો પર પસાર થયેલ હવેલી ચોક પોલીસ સ્ટેશન હોસ્પિટલ ચોક એસટી બસ સ્ટેન્ડ થઈ અને આ શોભાયાત્રા જલારામ મંદિરે પૂર્ણ કરવામાં આવેલ શોભાયાત્રા માં ફટાકડા તેમજ જય જલારામ ના નાદ સાથે રાજુલા શહેરનો મુખ્ય માર્ગ ગુંજે ઉઠેલો આ શોભાયાત્રા દરમ્યાન શહેરના વિવિધ જગ્યાએ વિવિધ અલગ અલગ સ્ટોલ ઉભા કરવામાં આવેલા જેમાં ઠંડા પાણી શરબત લચ્છી ફ્રૂટ જેવા વિવિધ સ્ટોલો ઊભા કરવામાં આવેલા તેમજ શોભાયાત્રા દરમ્યાન રાજુલા શહેરના અગ્રણીઓ વેપારીઓ તેમજ વિવિધ સંસ્થા આગેવાનો ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો તેમજ રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના વિવિધ મહાનુભવો એ ખાસ હાજરી આપી સાથે દર્શનનો લાભ લીધેલો સાથે સાથે મુખ્ય બજારમાં સ્વ અતુલભાઈ રાયચા નાં ઘરે પણ પૂજ્ય બાપાને થાળ ધરવામાં આવેલો તેમજ આરતી ઉતારવામાં આવેલી કેસરીનંદન હનુમાનજી મંદિરે મંદિરના મહંત દ્વારા આરતી તેમજ હનુમાન ચાલીસા કરવામાં આવેલ રાજુલા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલ જલારામ સર્કલ ખાતે ઠંડા પીણા નું વિતરણ તેમજ મહા આરતી કરવામાં આવેલ તેમજ દીપકભાઈ ઠક્કર ના પુત્ર ચી. હેત ઠક્કર.પૂજ્ય જલારામ બાપા આબેહૂબ બનાવવામાં આવેલા તેમને આ સર્કલ ખાતે મહાઆરતી કરવામાં આવેલી તેમજ રાજુલા ના કહેવાતા મહેતાજી
ચત્રભુજ દિયાળજી પરિવાર દ્વારા ઠંડા પાણી લચ્છી વગેરેનું વિતરણ કરવામાં આવેલું હતું આ યાત્રા સવારે નવ કલાકે શરૂ થયેલી અને બપોરના બે કલાકે રાજુલા જલારામ મંદિરે સંપન્ન થયેલી બપોર નો મહાપ્રસાદ નાનાલાલ મોહનલાલ ગઢીયા તરફ થી રાખવામાં આવેલ રાત તો થાળ પ્રસાદ સ્વ.અતુલ કુમાર રમણીક લાલ રાયચા પરિવાર તરફ થી રાખવામાં આવેલ અને જલારામ જયંતિ ના દિવસે તમામ રઘુવંશી પોતાના ધંધા રોજગાર બંધ રાખે છે
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.