મુનપુર કોલેજની ઝળહળતી સિદ્ધિ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ, ગોધરા નો છઠ્ઠો પદવીદાન સમારોહ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ સમારોહમાં ગુજરાત સરકારના મંત્રી પાનસેરીયાજી, બચુભાઈ ખાબડ, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી સી. કે રાઉલજી, કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર અનિલ સોલંકી વગેરે મહાનુભાવોની હસ્તે યુનિવર્સિટીમાં 2024 માં લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં જેઓએ જે તે વિષયમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તેવા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીપત્ર એનાયત કરવામાં આવ્યા.
શ્રીમતી સીઆર ગાડી આર્ટસ કોલેજ મુનપુર ની બે વિદ્યાર્થીઓ
સંસ્કૃત વિષયમાં
દરજી વિભાક્ષી કૌશિકભાઇ
ગુજરાતી વિષયમાં
ડામોર મિત્તલ જશવંતભાઈ
એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી મુનપુર કોલેજ નું ગૌરવ વધારેલ છે.
મુનપુર ગ્રુપ સર્વોદય કેળવણી મંડળ અને કોલેજ પરિવાર તરફથી બંને દીકરીઓને ઝળહતી સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી
રિપોર્ટર :- સર્જિત ડામોર
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે
