જસદણમાં કોઈ જાતની નામના વગર ચૂપચાપ સેવા કરતું આદર્શ ચેરીટેબલ - At This Time

જસદણમાં કોઈ જાતની નામના વગર ચૂપચાપ સેવા કરતું આદર્શ ચેરીટેબલ


ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિ વૃક્ષારોપણ, પાણીના પરબ, પુસ્તક વિતરણ, હોસ્પિટલમાં મફત ટિફિન સેવા, બાળ પ્રભુજીના વાઘા, બાળોતિયા, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ કોઈપણ નામના મોહ વગર કરવામાં આવે છે.

(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ એટલે કે વર્ષોથી વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરે છે પરંતુ કોઈ દિવસ તેઓના ટ્રસ્ટીઓ પણ નામની કે પ્રસિદ્ધિની આશા રાખ્યા વગર સતત સરકારી હોસ્પિટલમાં ટિફિન સેવા, વૃક્ષારોપણ, પાણીના પરબ, પુસ્તક વિતરણ, બાળ પ્રભુજીના વાઘા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરતું હોય આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટની નવી ઓફિસ નું પણ લોકાર્પણ કરવામાં આવશે. સ્થળ તરગાળા શેરી ગોલ્ડન પ્લાઝા જસદણ શ્રી સ્વામી વિવેકાનંદજીના પથદર્શનનૅ અનુસરીને આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ સામાજિક શૈક્ષણિક આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ છેલ્લા 12 વર્ષથી કરી રહ્યું છે. આદર્શ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવા કીય પ્રવૃત્તિઓમાં સરળતા રહે તે માટે ટ્રસ્ટની ઓફિસ નો શુભારંભ તેમજ લાભ પાચમ ના રોજ સર્વ દાતાશ્રીઓના સહયોગથી શરૂ કરેલ માં અન્નપૂર્ણા પ્રસાદ ટિફિન સેવાને બે વર્ષ પૂર્ણ થયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.