ઇકો ઝોનના વિરોધમાં મેંદરડામાં સોમવારે ખેડૂત સંમેલન મળશે 3 તાલુકાના 50 જેટલા ગામોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહેશે
ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધમાં મેંદરડામાં સોમવારે ખેડૂત સંમેલન યોજાશે. ગિરગઢડા, તાલાલા વિસાવદરમાં સંમેલનો યોજાયા છે, ત્યારે હવે મેંદરડામાં ખેડૂતોને ઈકો ઝોનના કારણે થનારી હાલાકીથી અવગત કરાવવા સંમેલન યોજાશે. આ સંમેલનનું આયોજન ભારતિય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યું છે. આ અંગે સંસ્થાના સંયોજક મનસુખ પટોળીયાએ જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટિવ ઝોનના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે ખેતી બચાવો, દેશ બચાવો અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન બોલાવાશે. અગાઉ ગિરગઢડા, તાલાલા, વિસાવદરમાં ખેડૂત સંમેલનો થયા છે જેમાં ખેડૂતો દ્વારા ઇકો ઝોનનો વિરોધ કરાયો છે. ત્યારે હવે 21 ઓકટોબરને સોમવારે
સવારે 10 વાગ્યે મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત સંમેલન યોજાશે.અહિં આજુબાજુના ત્રણ તાલુકાના 50 જેટલા ગામોમાંથી ખેડૂતો ઉપસ્થિત રહેશે.અહિં મેંદરડા તાલુકાના 22 ગામોના ખેડૂતો,વિસાવદર તાલુકાના 29 માંથી 15 ગામોના ખેડૂતો અને માળીયા હાટીના તાલુકાના 10 ગામોના ખેડૂતોની ઉપસ્થિતી રહેશે.આ તમામ ખેડૂતો સરકારના ઈકો સેન્સેટીવ ઝોનના જાહેરનામાનો વિરોધ કરશે. સવારે 10 વાગ્યે ખેડૂત સંમેલન કર્યા બાદ રેલી કરવામાં આવશે અને ત્યાર બાદ મામલતદારને આવેદન આપી ખેડૂતો ઈકો ઝોનના વિરોધનો અવાજ બુલંદ બનાવશે. હાલ તો સંમેલનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વધુમાં વધુ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય તે માટે ભારતિય કિસાન સંઘ દ્વારા ખેડૂતોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.