મેઘપર ગામે નરેન્દ્ર બડીયાની થયેલ હત્યાના બનાવમાં આરોપીઓને સખત સજા કરવાની માંગ સાથે રાપર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયુ - At This Time

મેઘપર ગામે નરેન્દ્ર બડીયાની થયેલ હત્યાના બનાવમાં આરોપીઓને સખત સજા કરવાની માંગ સાથે રાપર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયુ


લખપત તાલુકાના મેઘપર ગામે નરેન્દ્ર બલિયાની થયેલ હત્યાના બનાવમાં આરોપીઓને સખત સજા કરવાની માંગને લાઈને આજરોજ સમસ્ત રાપર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જન આક્રોશ રેલી યોજી રાપર મામલતદાર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર અપાયુ હતું.

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મેઘપર ગામે થોડા દિવસો અગાઉ આરટીઆઇ એક્ટિવિસ્ટ અને તેમના પુત્ર પર કાર ચડાવી દેવાની ઘટના બની હતી જેમાં પિતા ઘાયલ થયા હતા જ્યારે પુત્રનુ મોત નીપજ્યું હતું.

આ ઘટનાને લઈને આજરોજ સમસ્ત રાપર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સુખડધારથી મામલતદાર સુધી વિશાળ રેલી યોજી વિવિધ માંગોને લઈ સુત્રોચાર કરી અપાયેલ આવેદનપત્ર માં વધુમાં જણાવ્યું હતું કે

ખનિજ વિભાગ અને પોલીસમાં અરજી કરવાનું મનદુઃખ રાખી કચ્છ જિલ્લાના લખપત તાલુકાના મેધપર ગામના આર.ટી.આઈ.એકટીવિટીટસ અને એમના પુત્ર ને જાનથી મારી નાખવાના પુર્વ આયોજિત કાવતરું રચી ફોરવ્હીલ૨ ગાડી ચડાવી નરેન્દ્રભાઈ રમેશભાઈ બડીયાની ઘાતકી હત્યા નીપજાવવામાં આવેલ
હત્યા કરનાર આરોપીઓ અને આરોપીઓને સાથ સહકાર આપનાર તમામ લોકોને સખતમાં સખ્ત સજા થાય
આ ઉપરાંત
કચ્છના માનવ ઈતિહાસને શર્મશાર કરે તેવી ઘટનાને વખોડી કાઢવાના બદલે લોકો દ્રારા અપરાધીને બચાવવા માટે રેલીઓ યોજી અને આવેદન પત્રો આપવામાં આવી રહેલ છે અને પ્રશાસન દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી રહેલ નથી.જે માનવતાને શર્મશાર કરી રહેલ છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઘટનનો ભોગ બનનાર પરિવારને સરકાર દ્વારા તાત્કાલિક ન્યાય મળે અને અપરાધિઓને તાત્કાલિક ધોરણે સજા મળે તેવી માંગ આવેદનપત્ર માં કરાઈ હતી.

આ વેળાએ રાપર શહેર સહિત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon