સોનગઢ ગામે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ
સોનગઢ ગામે માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ સ્ત્રીત્વ નો મહિમા ઉજવીએ નામ ને સાર્થક કરતા શ્રી સતકર્મ ગ્રામ વિકાસ ટ્રસ્ટ,રંઘોળા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિવિધ ક્ષેત્રમાં પર ફરજ બજાવતા વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ર્ડો.વાત્સલ્યા શેટી પ્રોફેસર,વક્તા ર્ડો.આરતીબેન બસિયા મેડિકલ ઓફિસર,શ્રીમતી મીનાબેન જોષી સિનિયર લેક્ચરર,મુખ્ય મહેમાન તરીકે કલ્પનાબેન સોનાવણે ઓપરેશનલ હેડ જનરલ હોસ્પિટલ અમરગઢ ર્ડો.શેલજા સનકીરેડી પ્રોફેસર ભૂમિબા પરમાર એટીડીઓ ચંપાબેન હેરંભા વગેરે મહેમાનોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી આ તકે શિક્ષક,જ્ઞાન સહાયક,તલાટી કમ મંત્રી આશા ફેસિલિટેર,આશા વર્કર,આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર,રાઉન્ડ ફોરેસ્ટર,ફાર્માસીસ્ટ એટીડીઓ,સ્ટાફ નર્સ,વકીલ,કોસ્ટેબલ,બ્રાંચ પોસ્ટ ઓફિસર વગેરે જેવી વિવિધ ક્ષેત્રમાં ફરજ બતાવતા મહિલાઓને તથા માતૃશ્રી કમળાબા કન્યા છાત્રાલય ની ભૂતપૂર્વ છાત્રાઓનું જેઓએ વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવે છે એમનું મોમેંટો,ટ્રોફી,સિર્ટીફીકેટ આપી મહેમાનોનાં હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા વક્તા દ્વારા મહિલાઓને આરોગ્યને લગતી બીમારીઓ પીસીઓડી હેલ્થ કેર વિષય પર સુંદર વકત્વ્ય આપવામાં આવ્યુ કાર્યક્રમનું સંચાલન હંસાબેન ભોજ દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિઘી ગૃહમાતા પ્રજ્ઞાબેન દ્વારા કરવામાં આવી હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે
