ભચાઉ માં આંગણવાડી કેન્દ્ર ૧૧ માં કિશોરીઓ ને આરોગ્યવિષયક માહિતી અપાઇ.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંગ ના માર્ગદર્શન હેઠળ ભચાઉ ની આંગણવાડી નં.૧૧ માં એડ઼ોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે તેમજ ટી થ્રી કેમ્પ કરવામાં આવ્યો.
જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી ટી.એચ.વી. ચેતનાબેન જોશી, એડ઼ોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, એમ.પી.એચ.ડબલ્યું પરેશભાઈ શ્રીમાળી, આશા વર્કર ગીતાબેન મોરી, ભુમિકાબેન પટેલ તેમજ આંગણવાડી વર્કર,હેલ્પર હાજર રહ્યા હતા.
જેમાં માસિક ચક્ર તેમજ ન્યુટ્રીશન અને આઈ.એફ.એ ગોળી વિષે વિસ્તૃત માં માહિતી આપવા માં આવી.તેમજ ૨૫ જેટલી કિશોરી ઓનું એચ.બી કરવા માં આવ્યું હતું. જે કિશોરી નું એચ. બી ઓછું હતું તેમનું કાઉન્સેલિંગ કરવા માં આવ્યું.અને કિશોરી ના એચ.બી વધારે હતા તેમને પ્રોત્સાહન ઇનામ આપવા માં આવ્યું.સાથે આરોગ્ય કાર્યકમો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના,આભા આઈ.ડી, રસીકરણ, વાહક જન્ય રોગો મેલેરિયા, ડેંગ્યુ,ચિકનગુનિયા અટકાયતી પગલાંઓ, ટી.બી.અને લેપ્રસી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.