ગરબાડા તાલુકાના ભિલવા ગામે મતદાન મથકનું evm ખોટકાતા મતદારો અડધો કલાક સુધી લાઈનોમાં બેસી રહ્યા હતા.
ગરબાડા તાલુકાના ભિલવા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં બુથ નંબર ૩ નું evm મશીન ખોટકાતા મતદારો ૩૦ મિનિટ સુધી લાઇનોમાં બેસવા મજબૂર બન્યા હતા આ બાબતની જાણ થતાં ની સાથે જ ગરબાડા ચુંટણી અધિકારી ,મામલતદાર અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા સહિત ના ભિલવા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા evm મશીન ફરીથી શરૂ કરી અને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા મતદાન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે ચુંટણી અધિકારી ને અપીલ કરી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.