અમદાવાદઃધોળકા ઉભરાતી ગટર અને તુટેલા રસ્તા બાબતે સીએમને રજુઆત.
અમદાવાદઃધોળકા ઉભરાતી ગટર અને તુટેલા રસ્તા બાબતે સીએમને રજુઆત.
સામાજીક કાર્યકર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (શરદચંદ્ર પવાર) માં ગુજરાત પ્રદેશના મંત્રી હિતેષકુમાર એસ. જાદવ એડવોકેટ તથા વિપુલભાઈ એડવોકેટ દ્વારા ધોળકા શહેરની સમસ્યા બાબતે મુખ્યમંત્રીશ્રી, જિલ્લા કલેકટરશ્રી, નાયબ કલેકટરશ્રી ધોળકા, મામલતદારશ્રી ધોળકા તથા ચીફ ઓફિસરશ્રી ધોળકા નગર પાલિકાને રજુઆત કરવામાં આવી.
તેમણે જણાવવાનું કે અમદાવાદ જિલ્લાના મુખ્ય ગણાતા તાલુકામાનો એક તાલુકો એટલે ધોળકા. આ ધોળકા શહેર કે જે એક પ્રાચીન નગર છે અને ત્યાં ઐતિહાસીક સ્મારકો પણ આવેલ છે. એવા આ ધોળકા શહેરની હાલત બદથી બતર થઈ ગઈ છે. આ શહેરના તમામ રસ્તાઓ જાણે વર્ષોથી બનાવેલ ન હોય તેવી હાલતમાં તુટેલા ફુટેલા છે. અને તેમા પણ આ શહેરની તમામ ગટરોના પાણી ઉભરાઈ રોડ રસ્તા ઉપર આવી જવાના કારણે એવું પ્રતિત થાય છે કે જાણે આ શહેરમાં ગટરોના તળાવ હોય. અને આ શહેરમાં ગટરની પણ આ શહેર ગટરની અંદરે હોય તેવું લાગી રહ્યુ છે.
શાળાએ જતા વિધાર્થીઓ, નાના બાળકો, વૃધ્ધો, ગર્ભવતી મહિલાઓને મજબુરીમાં આ ગટરના પાણીમાં થઈને પ્રસાર થઈને જવું પડે છે. આ ગટરોના ખરાબ પાણીના કારણે જે દુર્ગંધ ફેલાય છે તે દુર્ગંધ સહન કરવી સ્થાનીકો માટે અસહ્ય બની છે. આ ગટરના પાણીના કારણે મચ્છરનો ઉપદ્વવ વધી ગયો છે અને જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નિકળ્યો છે. અને આ ગટરના પાણીમાં આવન જવાન કરવાથી લોકોને ચામડીના રોગો પણ થઈ રહ્યા છે. આ બધી બાબત જાણવા છતા સરકારી તંત્ર પોતાની આંખો બંધ કરીને ગાઢ નિંદ્રામાં બેસી રહ્યું છે. આ બાબતે અવાર નવાર રજુઆતો કરવા છતા સરકારી તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. તો શું આ સરકારી તંત્ર માત્ર પ્રજાના ટેક્ષના નાણાંનો પગાર મેળવવા માટે જ બેઠા છે? આવી સમસ્યાઓનો વહેલી તકે નિકાલ લાવવાની તેમની કોઇ જવાબદારી નથી? અને સ્વસ્છ ભારતની વરવી વાસ્તવિકતા જોવી હોય તો ધોળકા શહેરની અચુક મુલાકાત લેવી પડે કારણે સ્વચ્છ ભારત કા ઇરાદા એ માત્ર કાગળ ઉપર છે હકીકત નથી તેનું જીવતુ જાગતુ ઉદાહરણ ધોળકા શહેર છે.
વધુમાં તેમણે જણાવવાનું કે આંખો દિવસ હિંદુ મુસ્લીમ અને ધર્મની ચર્ચા કરતા પહેલા પ્રજા જે લોકશાહીમાં માલિક છે. તેવી પ્રજા એકદમ ખરાબ હાલતમાં જીવવા મજબુર બની છે તેના ઉપર પણ ધ્યાન આપવું અનિવાર્ય છે. માત્ર વિકાસ વિકાસ વિકાસની બુમો પાડી વાતો કરવાની સાથે જો જમીની સ્તરે સરકારશ્રી દ્વારા ચકાસવામાં આવે તો સરકારશ્રીને પણ ખ્યાલ આવશે કે લોકો ખરેખર કેટલી મુશ્કેલીઓનો સામનો કરી જીવી રહ્યા છે. અને જમીની સ્તરે ખરેખર ગુજરાત મોડેલ શું છે તેની વાસ્તવિકા પણ સરકારશ્રીને માલુમ પડશે. માનનીય સાહેબશ્રી પ્રજાને શુધ્ધ હવા, પાણી અને સ્વચ્છ રહેવાની સગવડ તેમજ સારા રસ્તાઓ ઉપલબ્ધ કરાવવા તે સરકારશ્રીની મુખ્ય ફરજ છે અને તેની માંગણી કરવીએ તે પ્રજાનો મૌલિક બંધારણીય અધિકારી છે.
આથી મારી એક સામાજીક કાર્યકર્તા અને ભારતીય નાગરિક તરીકે મુખ્યમંત્રીને વિનંતી કરેલ કે ઉપરોક્ત ફરીયાદ બાબતે આપ તાત્કાલીક અસરથી જવાબદાર સરકારી અધિકારીઓને આદેશ કરી ધોળકા શહેરની આ બગડેલી હાલતને સુધારવા અને ગટરના પાણીનો યોગ્ય નિકાલ કરી તથા તમામ તુટેલા રોડ રસ્તાઓનું તાત્કાલીક અસરથી સમારકામ કરવામાં આવે તે માટે યોગ્ય પગલાં લેશોજી. તેમજ પોતાની ફરજ યોગ્ય રીતે ન નિભાવતા આવા જવાબદાર સરકારી અધિકારીઓ વિરુધ્ધ કડકમાં કકડ પગલા લઈ કાર્યવાહી કરશો તેવી અપેક્ષા સહ વિનંતી.
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.