ગોંડલ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા એ ક્રિકેટ ની મોજ માણી - At This Time

ગોંડલ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા એ ક્રિકેટ ની મોજ માણી


ગોંડલ ખાતે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અને યુવાનોના આઇકોન અલ્પેશભાઈ ઢોલરીયા એ યુવાનો સાથે ક્રિકેટ રમવાનો આનંદ મેળવ્યો હતો. ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે નિરીક્ષણ દરમિયાન ક્રિકેટ રમતા ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને ખેલાડીઓએ શહેરમાં ક્રિકેટ રમવા માટે એક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ તકે અલ્પેશભાઈ ઢોલરીયા એ ઉચ્ચ કક્ષાએ વાત કરતા જણાવ્યું હતુ કે ક્રિકેપ્રેમીઓ માટે તંત્ર દ્વારા ગ્રાઉન્ડ ફાળવવામાં આવે તેવા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. ખેલાડીઓ દ્વારા ક્રિકેટ રમવાનો આગ્રહ કરાતા એક સમયના લીલાખા ગામ ના કેપ્ટન અને ફાસ્ટ બોલર તરીકે છાપ ધરાવતાં અલ્પેશ ઢોલરીયા એ બહુ સમય પછી ફરી હાથ અજમાવતા યુવા ખેલાડીઓને પોતાની બોલિંગ દ્વારા સ્તંભ કરી દીધા હતાં. આ અંગે અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતુ કે આજનાં સમયમાં ક્રિકેટ માત્ર બોક્સ ક્રિકેટ બની ગયું છે. એક સમય હતો જયારે બાળકો યુવાનોમા ક્રિકેટ ની રમત એક પ્રિય રમત હતી. પરંતુ આજનાં સમયમાં બાળકો યુવાનો અભ્યાસ ધંધા ના લીધે ક્રિકેટ એક બોક્સ ક્રિકેટ બની ગઇ છે.


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image