બોટાદ જિલ્લામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉત્સાહપૂર્વક ઉજવણી
સિંહનાં મહોરાં પહેરી શાળાના બાળકોએ રેલીમાં લીધો ભાગ સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરના જંગલોમાં જોવાં મળતાં 'એશિયાટિક સિંહ' આપણાં રાજ્યનું ગૌરવ છે. સિંહનાં જતન અને સંરક્ષણ માટે અને પ્રકૃતિની સમતુલા જળવાઈ રહે તે હેતુથી પ્રતિવર્ષ ૧૦ મી ઓગસ્ટના રોજ 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં શાળા કોલેજો દ્વારા રેલીનું આયોજન, કાર્યક્રમો તેમજ સિંહના જતન અને સંરક્ષણ માટે વિવિધ પ્રકારના આયોજનો થતાં હોય છે.
આજે વિશ્વ સિંહ દિવસ અન્વયે બોટાદની વિવિધ શાળાઓ દ્વારા " વિશ્વ સિંહ દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં બાળકોએ સિંહનાં મહોરાં પહેરી ભવ્ય રેલી કાઢી 'સિંહ બચાવો'ના નારા લગાવ્યા હતાં. આ રેલીમાં બોટાદવાસીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.