જુનાગઢ ના ડી. વાય. એસ. પી. પ્રદીપસિંહ જાડેજા નો 9 ઓગસ્ટે જન્મ દિવસ. - At This Time

જુનાગઢ ના ડી. વાય. એસ. પી. પ્રદીપસિંહ જાડેજા નો 9 ઓગસ્ટે જન્મ દિવસ.


જુનાગઢ ના ડી. વાય. એસ. પી. પ્રદીપસિંહ જાડેજા નો 9 ઓગસ્ટે જન્મ દિવસ.

નામ :- પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા
પિતાનું નામ :- સ્વ. ઘનશ્યામસિંહ ભીખુભા જાડેજા
વતન :- સૂકી સાજડિયાળી ગામ તા.જી.રાજકોટ
હોદ્દો :- નાયબ પોલીસ અધિક્ષક, જૂનાગઢ ડિવિઝન, જૂનાગઢ.
જન્મ તારીખ :- તા. 09.08.1967
જન્મ સ્થળ :- સરધાર તા.જી. રાજકોટ
અભ્યાસ :- બી.એસ.સી. (ફિઝીક્સ) 1988, એલ.એલ.બી. 1990

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના કાકા જે.બી.જાડેજા, પીએસઆઈ તરીકે ભરતી થયેલ અને સિનિયર પોલીસ ઇન્સ. તરીકે નિવૃત થયેલ હતા. પોલીસ ડિપાર્ટમેન્ટ મા તેમનું પણ એક આગવું સ્થાન હતું. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પણ બાળપણથી તેમના પગલે પોલિસ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવાનું સ્વપ્ન હતું. સખત મહેનત કરીને તેઓ પણ સને 1993 મા સીધી ભરતીના પીએસઆઇ તરીકે પસંદગી પામેલ હતા. તેઓએ જૂનાગઢ તાલીમ શાળા ખાતે તાલીમ મેળવી અને પોલોસ અધિકારી બનવાનું સ્વપ્ન સાકાર કરેલ હતું. આ પહેલા તેઓ જુનાગઢ અમરેલી ગ્રામી…

કરેલ પ્રશંસનિય ફરજની ટુંકી વિગત
શ્રી પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ડીવાયએસપી, જૂનાગઢ ડિવિઝન, જૂનાગઢ તા. 18.10.1993 ના રોજ સિધી ભરતીના પોલિસ સબ ઇન્સ્પેકટર તરીકે જીપીએસસી મારફતે ભરતી થયેલા. પ્રોબેશન પિરિયડ વડોદરા રૂરલ બાદ પો.સ.ઇ. તરીકે વડોદરા શહેર, સુરેન્દ્રનગર જિલ્લા, અમદાવાદ શહેર, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લો, નશાબંધી ખાતામા ત્યારબાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવેલ હતી...

સને 2007 માં ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ. તરીકે બઢતી મેળવી, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર જિલ્લો, પાલીતાણા, વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ બ્રાન્ચમાં ફરજ બજાવેલ હતી...

તા. 05.08.2015 ના રોજ ડીવાયએસપી તરીકે બઢતી મળી, એસીપી કંટ્રોલ રૂમ, વડોદરા શહેર, ડીવાયએસપી લીંબડી, એસીપી ઇસ્ટ રાજકોટ શહેર તરીકે ફરજ બજાવી, હાલ જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે.

ભૂતકાળમાં તેઓએ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે બે વર્ષ જેટલો સમય પો.સબ ઇન્સ. તરીકે ફરજ બજાવી, ગડુ શેરબાગ ખાતે વર્ષોની માંગણી મુજબ લોક ભાગીદારીથી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવેલ. જે પોલીસ ચોકી આજે પણ ચાલુ હાલતમાં છે.

પોલીસ ઇન્સ. તરીકે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ભાવનગર શહેર, ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર ખાતે યાદગાર ફરજ બજાવી, કાયદો વ્યવસ્થા, ગુન્હાઓના ડિટેકશન તથા ઇન્વેસ્ટિગેશનમાં નમૂનેદાર કામગીરી કરી, પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય રાખી, નામના મેળવેલ હતી. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચમાં પણ ભૂતકાળમાં ના થઇ હોય એવી કામગીરી કરી, ગુન્હેગારો અને ગુન્હાઓ ઉપર ગજબનો કાબુ મેળવેલ હતો.

એસીપી કંટ્રોલ રૂમ, વડોદરા શહેર તરીકે પણ તેઓએ નમૂનેદાર કામગીરી કરી, ડીવાયએસપી લીંબડી તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં, એસીપી ઇસ્ટ તરીકે રાજકોટ શહેર ખાતે અને હાલમાં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ ડિવિઝન ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. સને 2016 માં વડોદરા શહેર ખાતે તેઓને પ્રશંસનીય સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ આપવામાં આવેલ હતો તેમજ સને 2018 માં પોકેટ કોપ એપ્લિકેશન નો ઉપયોગ કરવા બદલ ઇ કોપ એવોર્ડ પણ આપવામાં આવેલ છે. આ પહેલા સુરેન્દ્રનગર જીલ્લામાં પણ તેઓને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિન 2017 તથા પ્રજાસતાક દિન 2018 વખતે જિલ્લા કક્ષાના લીંબડી તથા ચોટીલા ખાતેના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ ઉત્કૃષ્ટ પ્રસંશનીય કામગીરી કરવા બદલ ગુજરાત રાજ્યના મંત્રીશ્રી જયંતીભાઈ કવાડિયા તથા મંત્રી શ્રી પરબતભાઈ પટેલના હસ્તે સન્માન કરવામાં આવેલ હતું. તેઓને ભાવનગર ખાતેના ડબ્બલ મર્ડરના ઇન્વેસ્ટિગેશનમાં ગુન્હો ડિટેકટ કરી, સાયન્ટિફિક પુરાવાઓ મેળવી, આરોપીને નામદાર કોર્ટમાં આજીવન કેદની સજા કરવામાં આવતા, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દિલ્હી દ્વારા યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન 2018 પણ આપવામાં આવેલ હતો. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના કાર્યકાળ દરમિયાન તેઓએ લોકસભા ચૂંટણી તેમજ સંવેદનશીલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પ્રશંસનીય કામગીરી કરી તેમજ ઘરફોડ ચોરી, લૂંટ, વાહન ચોરી જેવા મિલકત વિરુદ્ધના ગુન્હાઓમાં પણ નમૂનેદાર કામગીરી કરવામાં આવતા, જૂનાગઢ જિલ્લાના જિલ્લા કક્ષા ના રાષ્ટીય કાર્યક્રમમાં તેઓનું માનનિય નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતીનભાઇ પટેલના હસ્તે સન્માન કરવામાં આવેલ છે. ઉપરાંત, સને 2020 માં પણ કોરોના વોરિયર્સ તરીકે જીલ્લા કક્ષાના કાર્યક્રમમા જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી તરફથી સન્માન કરવામાં આવેલ હતુ. આમ, જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં આ ચોથી વખત સન્માન કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં આશરે 400 જેટલા ઇનામો તેમજ પ્રશંસાપત્રો મેળવનાર અધિકારી છે.

ગયા વર્ષે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યુ. તેઓના નોકરી સમય દરમિયાન જુદી જુદી સામાજિક સંસ્થા તથા સરકારશ્રી દ્વારા 45 થી 50 વખત સન્માન કરવામાં આવેલ હતુ. સને 2020/2021 માં શ્રી જાડેજા દ્વારા કોરોના કાળ દરમિયાન તેમજ સામાન્ય સંજોગોમાં પણ જુનાગઢવાસીઓ વચ્ચે રહી, પ્રજા સાથે સહિષ્ણુતાભરી કાર્યવાહી કરી, ખાસ કરીને જુનાગઢ પોલીસ પ્રજાની મિત્ર હોવાની સામાન્ય છાપ ઉભી કરી, પ્રજા ઉપર પોલીસની સારી કામગીરીની અસર ઉભી કરી, પ્રજાને જુનાગઢ પોલીસની કામગીરીથી પ્રભાવિત પણ કરવામાં આવેલ છે. કોરોના કાળ દરમિયાન તેઓની કામગીરી ધ્યાને લઇ, જુનાગઢની વિવિધ સોસાયટીઓમા, વિવિધ સંસ્થાઓ દ્વારા, વ્યક્તિઓ દ્વારા પણ તેઓનુ સન્માન પણ કરવામાં આવેલ છે. સને 2020 માં પણ શ્રી જાડેજાને DGP’s Commendation Disc (First time) એનાયત કરવામાં આવેલ હતી. તાજેતરમાં પણ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી દ્વારા તા. 28.01.2021 ના રોજ જુનાગઢ ખાતેથી ગુમ થયેલ ટેક્ષી ડ્રાઇવરની તપાસ દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેનો ડબ્બલ મર્ડરનો કેસ ડીટેકટ કરવા બદલ ઇ--કોપ એવોર્ડ ડિસે.2020 પણ એનાયત કરવામાં આવેલ છે. તાજેતરમાં ખેડા નડિયાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તેઓને ગૃહ મંત્રાલય પદક અલંકરણ કરી, સનમાન કરવામાં આવેલ હતું. આમ, ચાલુ સાલે પણ તેઓએ ઉત્ક્રુષ્ટ કામગીરી કરવામાં આવેલ છે.

અભિનંદન ની શુભેચ્છાઓનો વરસાદ તેમના મોબાઇલ નંબર 98252 15682 ઉપર થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon